Not Set/ મકરસંક્રાંતિ/ કોંગ્રેસે “મોંધવારીનો માર” જેવા વિવિધ સ્લોગનો સાથે પંતગ ઉડાવી સરકારનો કર્યો વિરોધ

14 મી જાન્યુઆરી અને મકરસંક્રાંતિનાં દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ રાજ્યભરમાં નવા અંદાજમાં સરકારનો વિરોધ કરતા પતંગોને હવામાં તરતા મુકી પતંગ ઉડવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દેશની હાલની મહત્વપૂર્ણ સમસ્યાને વાચા આપતા સ્લોગનો પતંગ પર લખી પતંગ ઉત્સવ ઉજવ્યો હતો. આજે મકરસંક્રાંતિ પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે દ્વારા મોઘવારીને લઇને વિરોધ […]

Top Stories Ahmedabad Gujarat Others
pjimage 2 1 મકરસંક્રાંતિ/ કોંગ્રેસે "મોંધવારીનો માર" જેવા વિવિધ સ્લોગનો સાથે પંતગ ઉડાવી સરકારનો કર્યો વિરોધ

14 મી જાન્યુઆરી અને મકરસંક્રાંતિનાં દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ રાજ્યભરમાં નવા અંદાજમાં સરકારનો વિરોધ કરતા પતંગોને હવામાં તરતા મુકી પતંગ ઉડવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દેશની હાલની મહત્વપૂર્ણ સમસ્યાને વાચા આપતા સ્લોગનો પતંગ પર લખી પતંગ ઉત્સવ ઉજવ્યો હતો.

આજે મકરસંક્રાંતિ પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે દ્વારા મોઘવારીને લઇને વિરોધ કર્યો હતો. ગુજારત કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા આકાશમાં મોંઘવારીનો પતંગ ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસે મોઘવારીનો માર અને જનતા પરેશાન જેવા સ્લોગનવાળા પતંગઉડાવી વિરોધ નોંધાવ્યો હતો

ઉતરાયણ ના પર્વમાં સૌ કોઈ ધાબે પતંગ ચગાવતા હોય છે અને મજા લેતા હોય છે. પરંતુ મોંઘવારીનો માર લોકો ને નડતો હોય તે પ્રતીક સાથે કોંગ્રેસના સભ્યો દ્વારા આકાશમાં મોંઘવારીનો પતંગ ઉડાવી વિરોધ કરવામા આવ્યો. જેમાં કોંગ્રેસે મોંઘવારીનો માર, જનતા પરેશાન તેવા સ્લોગન લખ્યા હતા, તો સાથ સાથે પતંગમાં તેલ મોંઘું અને સસ્તો દારૂ તેવા સ્લોગન પતંગ પર લખી વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આની સાથે સાથે CAAનાં વિરોધમાં પણ સ્લોગનો લખી પતંગ ઉડાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, હાલ દેશમાં એક તરફ  CAA અને NRC જેવા કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ મોંધવારી, બેરોજગારી, કૃષિ સમસ્યા, અર્થતંત્ર જેવી તમામ બાબતોને લઇને સામાન્ય નાગરીકો પરેશાન જોવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોક તહેવારે લોક જાગૃતિ લાવવાનો મોકો ઝડપી પતંગ પર જ વિવિધ પ્રકારનાં સ્લોગનનો મારો ચલાવી સરકાર પર હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.