toxic gas/ ચીનની કોલસાની ખાણમાં ઝેરી વાયુ થયો લીક, 18 મજૂરોનું દમ ઘૂટાવાથી મોત

ચીનમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડના ઉચ્ચ સ્તરને કારણે 18 કામદારોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.સરકારી સંદેશાવ્યવહાર એજન્સી

Top Stories World
china ચીનની કોલસાની ખાણમાં ઝેરી વાયુ થયો લીક, 18 મજૂરોનું દમ ઘૂટાવાથી મોત

ચીનમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડના ઉચ્ચ સ્તરને કારણે 18 કામદારોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.સરકારી સંદેશાવ્યવહાર એજન્સી સિન્હુઆએ કહ્યું કે, આ ઘટના શુક્રવારે સાંજે ચોંગકિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનના યોગચુઆન જિલ્લામાં સ્થિત ડાયસોશીડોંગ કોલસાની ખાણમાં બની હતી.

આ પણ વાંચો :હુમલો: બંધ ઘરમાં ઘુસ્યો દીપડો, બહાર નીકળતા સ્થાનીકોમાં નાશભાગ, એક વ…

18 miners dead due to gas leak in local Chinese mine

આ અકસ્માતમાં એક વ્યક્તિનો બચાવ થયો છે. તેમણે કહ્યું કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે કામદારો ખાણમાં કામગીરી  કરી રહ્યા હતા અને 24 કામદારો ખાણમાં ફસાયા હતા. સિન્હુઆ અનુસાર, કાર્બન મોનોક્સાઇડના સ્તરમાં થયેલા વધારાથી 18 કામદારોના મોતની પુષ્ટિ થઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :rajkot: ધોરાજીના મોટા ગુંદાળા ગામે 2 કિશોરીના કરુણ મોત…

16 dead after carbon monoxide leak in a Chinese coal mine

સ્થાનિક ઇમરજન્સી મેનેજમેંટ વિભાગે જણાવ્યું હતું કે 1975 માં ડાયઓશુઇડોંગ કોલસાની ખાણમાંથી ખાણકામ શરૂ થયું હતું અને 1998માં તેને ખાનગી હાથમાં સોંપવામાં આવ્યું હતું. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,20,000 ટન કોલસો છે. સિન્હુઆના જણાવ્યા મુજબ, 2013માં, આ જ ખાણમાં ઝેરી હાઇડ્રોજન સલ્ફાઇડ નીકળ્યો હતો, જેમાં ત્રણ કામદારો માર્યા ગયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :અમદાવાદ: શું ભાભી મેયર હોય તો દિયરને કોરોના નિયમ ભંગ કરવાનો પરવાનો મળ…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…