Rajkot/ ધોરાજીના મોટા ગુંદાળા ગામે 2 કિશોરીના કરુણ મોત

રાજકોટ જિલ્લા ના ધોરાજી ના મોટા ગુંદાળા ગામ આમાં આજે સાવરે 2 અપ મૃત્યુ નો બનાવ બન્યો હતો જેમાં યુવતી ના મોત નિપજ્યા હતા, બનેલ ઘટના મુજબ, સવારે ગુંદાળા ગામ ની બે યુવતીઓ અહીં ગામ થી નજીક આવેલ ચેક ડેમ માં કપડાં ધોવા માટે ગઈ હતી,

Gujarat Rajkot

@નિલેશ મારૂ, મંતવ્ય ન્યોઝ -ધોરાજી

રાજકોટ જિલ્લા ના ધોરાજી ના મોટા ગુંદાળા ગામ આમાં આજે સાવરે 2 અપ મૃત્યુ નો બનાવ બન્યો હતો જેમાં કિશોરીના મોત નિપજ્યા હતા, બનેલ ઘટના મુજબ, સવારે ગુંદાળા ગામ ની બે કિશોરીઓ અહીં ગામ થી નજીક આવેલ ચેક ડેમ માં કપડાં ધોવા માટે ગઈ હતી, ત્યારે અચાનક જ ગોપી ભરતભાઇ ખવડીયા નો પગ લપસ્યો હતો અને ચેક ડેમ માં ડૂબવા લાગી હતી ત્યારે તેની બાજુ માં ન કપડાં ધોઈ રહેલ 18 વર્ષ ની સોનલ સુરેશભાઈ સેખલીયા ગોપી ને ડૂબતી જોઈ ને તેને બચાવવા માટે ચેક ડેમ માં અંદર જપલાવ્યું હતું,

ડેમ ઊંડો હોય અને પુરે પૂરો ભરાયેલ હોય બંને ડૂબવા લાગેલ હતા આ બંને કિશોરીઓ ને તરતા આવડતું ન હોય બને ડેમ ના ઊંડા પાણી માં ડૂબી ગયા હતા, બંને યુવતી ને ડૂબતી જોઈ ને સ્થાનિક લોકો એ તેને તરત જ એકઠા થઇ ને સ્થાનિક તરવૈયા દ્વારા બહાર કાઢવા માં આવી હતી ત્યાં સુધી માં આ બંને યુવતી નું મૃત્યુ થયું હતું યુવતી ના મૃતદેહ ને ધોરાજી ની સિવિલ હોસ્પિટલ માં PM માટે લાવવા માં આવ્યા હતા, ધોરાજી પોલીસ દ્વારા આ બાબત ની ઊંડી તપાસ પણ શરૂ કરવા માં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…