ઘણાં સમયથી વાતો ચાલી રહી હતી કે વોટ્સએપ ડાર્ક મોડ લોન્ચ કરી શકે છે. Android અને iOS સ્માર્ટફોનમાં આ ડાર્ક મોડ જલ્દી આવી શકે છે. આ ફીચર આ મહિનાનાં અંત સુધીમાં અથવા આવતાં વર્ષની શરૂઆતમાં આ ફીચર આવી શકે છે.
આ ડાર્ક મોડ ફીચરથી રાત્રે વોટ્સએપ પર ચેટીંગ કરવામાં ફાયદો થશે એ સ્વાભાવિક વાત છે. આ ડાર્ક મોડ ફીચર રાત્રે આંખોને નુકશાન થતાં બચાવે છે. જેથી રાતનાં સમયે લોકો માટે આ એપ વાપરવાનું વધુ સરળ બને. આ ઉપરાંત આ ડાર્ક મોડથી ફોનની બેટરી પણ બચશે. એટલે એક તીરથી બે નિશાન જેવું થશે.
WABetaInfo નાં કહેવા અનુસાર, આ ડાર્ક મોડ ફીચર ડેવલપ થઇ રહ્યો છે. જોકે વોટ્સ એપ દ્વારા કોઈ ઓફીશીયલી કોઈ જાહેરાત થઇ નથી આ બાબતે.
વોટ્સ એપ નવા નવા ફીચર ઉમેરતા રહે છે અને આ જ સીરીઝમાં હજી એક નવું ફીચર આવી શકે છે. આ ફીચરની મદદથી તમે નોટીફીકેશનમાંથી જ વિડીયો પ્લે કરી શકશો. એનાં માટે તમારે વોટ્સ એપ ખોલવાની જરૂર પડશે નહી.