Not Set/ રાજ્યમાં કમોસમી વરસાદ, અનેક પાકને નુકશાન,હજુ માવઠાની શકયતા

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે રાજ્યમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પડયો હતો.બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો.અંબાજી અને ભાભરમાં વરસાદ પડયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભાભર સહિતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. આ સ્થિતિમાં જીરૂ, ઘાણા, વરિયાળીના પાકમાં કાળીયા નામનો રોગ આવવાની પુરેપુરી સંભાવના ખેતીના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ […]

Top Stories Ahmedabad Gujarat Trending
ww0 4 રાજ્યમાં કમોસમી વરસાદ, અનેક પાકને નુકશાન,હજુ માવઠાની શકયતા
અમદાવાદ,
વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે રાજ્યમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પડયો હતો.બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો.અંબાજી અને ભાભરમાં વરસાદ પડયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ભાભર સહિતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. આ સ્થિતિમાં જીરૂ, ઘાણા, વરિયાળીના પાકમાં કાળીયા નામનો રોગ આવવાની પુરેપુરી સંભાવના ખેતીના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હાલ જીરૂ, વરિયાળી, ઘાણાનો પાક કાપણી પર છે. હાલના બદલાયેલા વરસાદી વાતાવરણને લઇને આ પાકોમાં કાળીયા નામનો રોગ આવતા ઉત્પાદનમાં મોટાપાયે ઘટ જોવા મળશે તેવી શક્યતા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ
રવિવારે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો દેખાઇ રહ્યો છે.અમદાવાદમાં ભેજ વધવાની સાથે ઉકળાટ વધ્યો હતો.
અમદાવાદમાં તાપમાન વધ્યાંની સાથે વાદળો પણ છવાયા હતાં. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતનું તાપમાન ત્રણ ડિગ્રી ઉપરાંત વધ્યું હતું.
કમોસમી વરસાદ પડશે : આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા વધારે છે. જ્યારે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજયમાં બે દિવસ દરમિયાન પવનની ગતિમાં પણ વધારો થવાની અને ધૂળની ડમરી છવાયેલી રહેવીની શકયતાઓ છે.
મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઇ હતી. સૌ પ્રથમ કચ્છમાં વરસાદી માહોલ સર્જાયા બાદ બપોર પછી રાજ્યનાં અન્ય વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે ઉત્તર અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં 24થી 48 કલાક દરમિયાન માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દેશમાં પણ ખાસ કરીને હિમાલિયન અને ઉત્તર પશ્ચિમી રાજ્યો તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા