Not Set/ ભારત સાથેનાં કલાપાણી વિવાદમાં નેપાળી PM ઓલીએ કહ્યું – ‘એક ઇંચ પણ જમીન મળશે નહીં’

નેપાળમાં વધી રહેલા વિરોધ વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રવિવારે કહ્યું હતું કે કલાપાણી નેપાળ, ભારત અને તિબેટ વચ્ચેનો ત્રિકોણ છે અને ભારતે તુરંત જ અહીંથી પોતાની સૈન્ય પાછું ખેંચવું જોઈએ. કે પી ઓલીએ કહ્યું કે કલાપાણી નેપાળનો એક ભાગ છે. ભારતના નવા સત્તાવાર નકશા પરથી ઉદ્ભવતા વિવાદ અંગે નેપાળના વડા પ્રધાને જાહેરમાં આ મામલે […]

Top Stories World
kp oli modi ભારત સાથેનાં કલાપાણી વિવાદમાં નેપાળી PM ઓલીએ કહ્યું - 'એક ઇંચ પણ જમીન મળશે નહીં'

નેપાળમાં વધી રહેલા વિરોધ વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રવિવારે કહ્યું હતું કે કલાપાણી નેપાળ, ભારત અને તિબેટ વચ્ચેનો ત્રિકોણ છે અને ભારતે તુરંત જ અહીંથી પોતાની સૈન્ય પાછું ખેંચવું જોઈએ.

કે પી ઓલીએ કહ્યું કે કલાપાણી નેપાળનો એક ભાગ છે. ભારતના નવા સત્તાવાર નકશા પરથી ઉદ્ભવતા વિવાદ અંગે નેપાળના વડા પ્રધાને જાહેરમાં આ મામલે પહેલીવાર જવાબ આપ્યો છે.

k o oli.jpg1 ભારત સાથેનાં કલાપાણી વિવાદમાં નેપાળી PM ઓલીએ કહ્યું - 'એક ઇંચ પણ જમીન મળશે નહીં'

નવા નકશામાં ભારતે કલાપાણીનો પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. કલાપાની નેપાળના પશ્ચિમ છેડે સ્થિત છે. વડા પ્રધાન કેપી ઓલીના નિવેદન અંગે ભારતની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, ભારતનું કહેવું છે કે નેપાળની સરહદ પર ભારતના નવા નકશામાં કોઈ ચેડા થયા નથી. અને તે પૂર્વે હતો તે પ્રકારે જ છે. 

k o oli ભારત સાથેનાં કલાપાણી વિવાદમાં નેપાળી PM ઓલીએ કહ્યું - 'એક ઇંચ પણ જમીન મળશે નહીં'

કે.પી.ઓલીએ રવિવારે નેપાળ સામ્યવાદી પાર્ટીના નેપાળ યુવા સંગમને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે અમારી એક ઇંચ જમીન પણ કોઈના કબજામાં નહીં રહેવા દઈશું. ભારતે અહીંથી તુરંત જ રવાના થઈ જવું જોઇએ. 

જો કે નેપાળના વડા પ્રધાને તે સલાહને નકારી કાઢી હતી કે નેપાળ સુધારેલો નકશો જારી કરે. ઓલીએ કહ્યું, “જો ભારત અમારી ભૂમિથી સૈન્ય પાછું ખેંચે છે, તો અમે તેના વિશે વાત કરીશું.”

 

આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.