Not Set/ ચીનને મોટો ઝટકો, આ કારણે હવે ભારતને NSG ની નથી જરૂરિયાત

નવી દિલ્હી: ભલે ચીનનો વિરોધના કારણે ભારતના પરમાણું આપૂર્તિકર્તા દેશોના સંગઠન પરમાણું આપૂર્તિકર્તા સમૂહ (ન્યુક્લિયર સપ્લાય ગ્રૂપ – NSG)ના સદસ્ય બનવાનું સંભવ થઈ શકતું ન હોય. પરંતુ હવે ભારતને તેની ચિંતા પણ નથી. તેનું કારણ એ છે કે, અમેરિકાએ ભારતને ગત સપ્તાહમાં પોતાના વિશેષ રણનીતિક કારોબારી ભાગીદાર દેશ (એસટીએ-1)નો દરજ્જો આપ્યો છે. આ પછી ભારત […]

Top Stories India World Trending
Now India is no more need of NSG membership

નવી દિલ્હી: ભલે ચીનનો વિરોધના કારણે ભારતના પરમાણું આપૂર્તિકર્તા દેશોના સંગઠન પરમાણું આપૂર્તિકર્તા સમૂહ (ન્યુક્લિયર સપ્લાય ગ્રૂપ – NSG)ના સદસ્ય બનવાનું સંભવ થઈ શકતું ન હોય. પરંતુ હવે ભારતને તેની ચિંતા પણ નથી. તેનું કારણ એ છે કે, અમેરિકાએ ભારતને ગત સપ્તાહમાં પોતાના વિશેષ રણનીતિક કારોબારી ભાગીદાર દેશ (એસટીએ-1)નો દરજ્જો આપ્યો છે.

આ પછી ભારત એનએસજીના સદસ્ય બન્યા વિના જ અમેરિકાથી તે તમામ સંવેદનશીલ હથિયાર અને ઉચ્ચ ટેકનોલોજી મેળવી શકે છે, જે એનએસજીમાં શામેલ થયા પછી હાંસલ કરવાની આશા હોય છે. આમ છતાં પણ વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ભારત એનએસજીમાં શામેલ થવા માટેના પોતાના પ્રયાસો ચાલુ રાખશે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકાના આ નિર્ણય પછી ભારતને એનએસજીમાંથી બહાર રાખવાની કોઈ ઔચિત્ય રહ્યું નથી. કારણ કે, અમેરિકા એનએસજીનું સૌથી મહત્વનું સદસ્ય છે. અને તે સંવેદનશીલ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય કારોબારની દેખરેખ રાખવાનો સૌથી મોટો સમર્થક દેશ પણ છે.

એટલું જ નહીં, એનએસજીની અંતર્ગત જેટલી પણ સંવેદનશીલ ટેકનોલોજીનું હસ્તાંતરણ થાય છે તેમાં અમેરિકાની ભાગીદારી ઘણી વધારે છે. ભારતને હવે આ તમામ ટેકનોલોજી એનએસજી શામેલ થયા વિના જ પ્રાપ્ત થઈ શકશે, કારણ કે, અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જો આપી દીધો છે. અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, આના લીધે ભારતની માટે હવે એનએસજીની સદસ્યતા માટેનો દાવો કરવો પણ આસાન બનશે.

ઉલ્લેખનીય છે કે, ભારત છેલ્લા કેટલાય વર્ષોથી એનએસજીના સદસ્ય બનવા માટેની દાવેદારી કરી રહ્યું છે, પરંતુ ચીનના વિરોધના કારણે આવું થઈ રહ્યું નથી. જયારે એનએસજીમાં શામેલ 48 માંથી અન્ય તમામ સદસ્ય દેશ ભારતની દાવેદારીના સમર્થનમાં છે. એનએસજીની સદસ્યતાની માટે જરૂરી છે કે, તમામ સદસ્ય દેશની આ માટે મંજૂરી આપે. ભારત ચીનનું નામ લીધા વિના કહી રહ્યું છે કે, ફક્ત એક દેશના વિરોધના કારણે તે એનએસજીનું સદસ્ય નથી બની શકતું. ચીનની મંશા છે કે, ભારતની સાથે પાકિસ્તાનને પણ આમાં શામેલ કરવામાં આવે.

જો કે, પાકિસ્તાનને સદસ્યતા આપવા માટે મોટાભાગના દેશ તૈયાર નથી. ભારત સંવેદનશીલ હથિયારો અને ટેકનોલોજી પર પ્રતિબંધ લગાવવાની ચાર આંતરરાષ્ટ્રીય સમજૂતીમાંથી ત્રણ (ઓસ્ટ્રેલિયા ગ્રૂપ, એમટીસીઆર અને વાસનાર એગ્રીમેન્ટ)નું સદસ્ય બની ચૂક્યું છે.