સંબોધન/ મોદી સરકારે ખેડૂતોના એકાઉન્ટમાં અત્યાર સુધી 1.36 લાખ કરોડ જમા કરાવ્યા : રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા

આજ સુધીમાં 1.36 લાખ કરોડ રૂપિયા  ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પહોચ્યા છે, અમને ખેડૂતોની સાથે જ છે. કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યા છે. 

Top Stories Gujarat
6 36 મોદી સરકારે ખેડૂતોના એકાઉન્ટમાં અત્યાર સુધી 1.36 લાખ કરોડ જમા કરાવ્યા : રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા

ગુજરાત ભાજપની નેતાગીરી દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતમાં 20 મી સપ્ટે.ના રોજ ગુજરાતનાપ્રવાસે આવ્યા  છે. ગાંધીનગરના નભોઇ ગામે નમો પંચાયત કાર્યક્મને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે આજ સુધીમાં 1.36 લાખ કરોડ રૂપિયા  ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પહોચ્યા છે, અમને ખેડૂતોની સાથે જ છે. કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યા છે.

ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કર્યુ છે. ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે. તેમણે આ સંબોધનમાં જણાવ્યુ છે કે, કૃષિ વિભાગના બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. PM મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે.