Not Set/ ગૃહમંત્રીએ લખનઉમાં કરી ગર્જના, કહ્યું, “એ દિવસ દૂર નથી જયારે દેશમાં નક્સલવાદનું નામ નહિ હોય”

લખનઉ, દેશના ઘણા રાજ્યો હજી પણ નકસલવાદ અને માઓવાદથી પ્રભાવિત છે અને આ હિંસાત્મક પ્રવુત્તિઓના કારણે ઘણા લોકોએ પોતાના જોવા પણ ગુમાવ્યા છે, ત્યારે હવે આ નકસલવાદને લઈ ગૃહમંત્રી રાજનાથ સિંહનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હવે એ દિવસ દૂર નથી, જયારે દેશમાંથી નકસલવાદ અને માઓવાદની સફાયો કરવામાં આવશે”. […]

Top Stories India Trending
Rajnath Singh 1 ગૃહમંત્રીએ લખનઉમાં કરી ગર્જના, કહ્યું, "એ દિવસ દૂર નથી જયારે દેશમાં નક્સલવાદનું નામ નહિ હોય"

લખનઉ,

દેશના ઘણા રાજ્યો હજી પણ નકસલવાદ અને માઓવાદથી પ્રભાવિત છે અને આ હિંસાત્મક પ્રવુત્તિઓના કારણે ઘણા લોકોએ પોતાના જોવા પણ ગુમાવ્યા છે, ત્યારે હવે આ નકસલવાદને લઈ ગૃહમંત્રી રાજનાથ સિંહનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હવે એ દિવસ દૂર નથી, જયારે દેશમાંથી નકસલવાદ અને માઓવાદની સફાયો કરવામાં આવશે”.

19 25 237148184naxal ll ગૃહમંત્રીએ લખનઉમાં કરી ગર્જના, કહ્યું, "એ દિવસ દૂર નથી જયારે દેશમાં નક્સલવાદનું નામ નહિ હોય"
national-Lucknow-naxalism-eliminated-country-soon-says-rajnath-singh

ઉત્તરપ્રદેશની રાજધાની પાટનગર લખનઉના બિજનોર ખાતે આયોજિત રેપિડ એક્શન ફોર્સના ૨૬માં સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું, “પહેલા દેશમાં ૧૨૬ જિલ્લાઓ નકસલવાદથી પ્રભાવિત હતા, પરંતુ હવે અ સંખ્યા ઘટીને માત્ર ૧૦-૧૨ જિલ્લાઓમાં રહી ગઈ છે. આ પગલાથી ખબર પડે છે કે, સુરક્ષાબળોના જવાનો આગળ નક્સલીઓ દમ તોડી રહ્યા છે.

સુરક્ષાબળોના જવાનોએ લોકોના મનમાં એક વિશ્વાસ કાયમ કર્યો છે

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સુરક્ષાબળોના જવાનોએ રાજ્યોની પોલીસ સાથે મળીને એક હિન્દુત્વની જનતાના મનમાં એક ભરોષો કાયમ કર્યો છે. જ્યાં નકસલવાદ હતો અને જ્યાં વિકાસનું કોઈ કિરણ પહોચી શક્યું ન હતું. ત્યાં આ બળોના જવાનોએ નકસલવાદને ખત્મ કર્યો છે અને હવે ત્યાં વિકાસનું કાર્ય શરુ કર્યું છે.

તેઓએ શહીદ જવાનોની મળતા વળતર અંગે કહ્યું હતું કે, “પહેલા શહીદ જવાનોનાના પરિવારોને ૪૫ લાખ રૂપિયા મળતા હતા, પરંતુ જ્યારથી અમારી સરકે કેન્દ્રમાં છે, ત્યારથી જ અમે સુનિશ્ચિત કર્યું છે કે, તેઓને ૧ કરોડ રૂપિયાનું ઓછું આપવામાં આવશે નહિ.

સુરક્ષાબળોના જવાનોની કામગીરીને બિરદાવતા ગૃહમંત્રી કહ્યું હતું કે, “આસામમાં જયારે NRCને લઈ જયારે આંદોલન થઇ રહ્યું હતું, ત્યારે ત્યાં CRPFને બોલાવવાની માંગ કરવામાં આવી હતી, તેમજ કેરળમાં આવેલા વિનાશક પૂર દરમિયાન પણ CRPF બોલાવવાની માંગ ઉઠી હતી”.