અફઘાનિસ્તાન/ વીડિયો: તાલિબાની વિમાનની પાંખ પર ખાઈ રહ્યા છે હીંચકા, ચીને અમેરિકાની મજાક ઉડાવી

આ વીડિયોમાં ઓછામાં ઓછા 4 સુપર ટ્યુકન્સ ફાઇટર પ્લેન દેખાય છે. એક વિમાનની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ છે, પરંતુ તેમને ઉડાવવા માટે કોઈ નથી.

Top Stories World
ઇન્દિરા ગાંધી 7 વીડિયો: તાલિબાની વિમાનની પાંખ પર ખાઈ રહ્યા છે હીંચકા, ચીને અમેરિકાની મજાક ઉડાવી

અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડી દીધું પરંતુ લડાકુ વિમાનો અને અન્ય સૈન્ય ઉપકરણો તાલીબાન માટે છોડી ગયું છે. અફઘાનિસ્તાનમાં એવા ઘણા હથિયારો પણ છે જે હવે તાલિબાન માટે કોઈ કામના નથી. ઉદાહરણ તરીકે, કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછા 73 વિમાનો છે જે ફરી ક્યારેય ઉડી શકશે નહીં. એ જ રીતે, તાલિબાને અફઘાન સેના સાથેની લડાઈ દરમિયાન અનેક હેલિકોપ્ટર અને વિમાનોને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો. આવા વિમાનોની તસવીરો કંદહાર અને હેરત જેવા શહેરોમાંથી ઘણી વખત સામે આવી છે, અને એવા ઘણા વિમાનો છે કે જેની ઉડાન ભરવા માટે તાલિબાન પાસે પાયલોટ નથી, તેમની સંભાળ રાખવા માટે લોકો નથી.

હવે આવા હથિયારોનું શું કરવું કારણ કે આ સંસાધનો વેચશે નહીં, તેથી તાલિબાન આ માટે એક નવું ફોર્મ્યુલા લઈને આવ્યું છે. તાલિબાન હવે પોતાના મનોરંજન માટે આવા સસાધનો અને વિમાનોનો ઉપયોગ કરે છે. એક વીડિયોમાં કેટલાક તાલિબાન લડવૈયાઓ  આવા ણ એક અમેરિકન વિમાનની પાંખ ઉપર હીંચકો ખાતા જોવા મળ્યા હતા.

આ વીડિયોમાં ઓછામાં ઓછા 4 સુપર ટ્યુકન્સ ફાઇટર પ્લેન દેખાય છે. એક જ વિમાનની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ છે, પરંતુ તેમને ઉડાવવા માટે કોઈ નથી. અફઘાનિસ્તાન વાયુસેનાના પાયલોટ ફરજમાં જોડાઈ રહ્યા નથી. તેથી 8000 કરોડથી વધુ કિંમતના આ વિમાનોનો ઉપયોગ હવે ઝૂલવા માટે થઈ રહ્યો છે.

 

તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયન ઝાઓએ વીડિયો શેર કરતી વખતે અમેરિકા પર મજાક કરતા કહ્યું છે. ઝાઓએ લખ્યું કે ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના યુદ્ધ મશીનો … તાલિબાનોએ તેમના વિમાનોને હીંચકા અને રમકડાંમાં ફેરવી દીધા છે.’ આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના આવા ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં તેઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, અને કેટલીક વખત તેઓ બાળકોના મનોરંજન પાર્કમાં ઝૂલતા જોવા મળી રહ્યા હતા.

Income Tax / રિર્ટન ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઇ છે છેલ્લી તારીખ

ભારત / એરફોર્સને મળ્યું નવું ગેમ ચેન્જર હથિયાર ..જાણો તેની વિશેષતા