Not Set/ અમદાવાદ/ રોગચાળાથી ત્રસ્ત, સ્થાનિકો દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ નારાબાજી

ગુજરાત રાજ્ય અત્યારે રોગચાળાના ભરડા માં વીંટળાયેલું છે. એક પછી એક વાવાઝોડા અને વરસાદ ને કરને આ વર્ષે રોગચાળો વકર્યો છે. મોટા ભાગના જીલ્લામાં ડેન્ગ્યું, ચીકન ગુનિયા  મેલેરિયા, વાયરલ તાવ વિગેરે રોગોએ મઝા મુકી છે. ત્યારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સ્થાનિકો પણ  રોગચાળાથી ત્રસ્ત થયા છે. ઠેર ઠેર ગંદકીથી ત્રાસેલા સ્થાનિકો એકત્રિત થયા અને કોર્પોરેશન […]

Ahmedabad Gujarat
vatava અમદાવાદ/ રોગચાળાથી ત્રસ્ત, સ્થાનિકો દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ નારાબાજી

ગુજરાત રાજ્ય અત્યારે રોગચાળાના ભરડા માં વીંટળાયેલું છે. એક પછી એક વાવાઝોડા અને વરસાદ ને કરને આ વર્ષે રોગચાળો વકર્યો છે. મોટા ભાગના જીલ્લામાં ડેન્ગ્યું, ચીકન ગુનિયા  મેલેરિયા, વાયરલ તાવ વિગેરે રોગોએ મઝા મુકી છે.

ત્યારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સ્થાનિકો પણ  રોગચાળાથી ત્રસ્ત થયા છે. ઠેર ઠેર ગંદકીથી ત્રાસેલા સ્થાનિકો એકત્રિત થયા અને કોર્પોરેશન પર રોષ ઠાલવ્યો હતો. ગંદકીના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોએ આતંક મચાવ્યો છે. ત્યારે સ્થાનિકોએ નારાબાજી કરતા ગંદકીનો નિકાલ કરવાની માંગ કરી હતી. ઘરે ઘરે બિમારીથી લોકો પરેશાન થયા છે. દૂષિત પાણી અને કચરાના નિકાલ માટે પણ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.