
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણ માંતેસરા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના ને મ્હાત આપી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા એવા શંકરસિંહ વાઘેલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી સ્ટર્લિગમાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે એમ્બ્યુલન્સમાં બેસીને લાવવામાં આવ્યા હતા.
નોધનીય છે કે, હાલમાં બાપુએ NCPમાંથી રાજીનામું આપ્યું છે. અને રાજ્યસભાની ચૂંટણી અગાઉ થીજ બાપુ રાજકારણમાં ઘણા સક્રિય પણ થયા હતા. અને અને ઠેર ઠેર મીટીંગનો દોર શરુ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા ગુજરાતનાં રાજકારણમાં દિગ્ગજ નામ છે. તેઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસમાં રહીને અનેક મહત્વનાં પદ ભોગવી ચુક્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતનાં મુખ્યમંત્રી જેવા પદોનો પણ સમાવેશ થાય છે. હાલમાં છેલ્લે તેઓ એનસીપી સાથે જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.