બનાસકાંઠા/ ગુજરાતમાં રસ્તા પર ટ્રક રોકીને નમાઝ પઢવા લાગ્યો યુવક અને પછી જે થયું….

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેણે પાલનપુર શહેરના એક વ્યસ્ત રોડની બાજુમાં તેની ટ્રક પાર્ક કરી હતી અને તે તેની ટ્રકની આગળ નમાઝ અદા કરી રહ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 3 1 ગુજરાતમાં રસ્તા પર ટ્રક રોકીને નમાઝ પઢવા લાગ્યો યુવક અને પછી જે થયું....

ગુજરાતમાં એક ટ્રક ડ્રાઈવરને રસ્તાના કિનારે નમાઝ પઢવી ભારે પડી છે. પોલીસે નમાઝ અદા કરી રહેલા ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં એક ડ્રાઇવરે વ્યસ્ત રોડની બાજુમાં પરવાનગી વિના નમાઝ પઢી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 37 વર્ષીય બચલ ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

બચલ ખાન રોડ પર નમાઝ અદા કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે પોલીસે આ વાયરલ વીડિયોની નોંધ લીધી તો તેની સામે કેસ નોંધવામાં આવ્યો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેણે પાલનપુર શહેરના એક વ્યસ્ત રોડની બાજુમાં તેની ટ્રક પાર્ક કરી હતી અને તે તેની ટ્રકની આગળ નમાઝ અદા કરી રહ્યો હતો. જોકે, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પાલનપુર (પશ્ચિમ) પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ શુક્રવારે વ્યસ્ત હાઇવે પર તેની ટ્રક રોકી હતી અને પછી ત્યાં નમાઝ પઢવાનું શરૂ કર્યું હતું. કોઈએ આનો વીડિયો બનાવ્યો હતો અને પછી આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બચલ ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 283, 186 અને 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બચલ ખાને પાલનપુર એરોમા સર્કલ પર રોડ કિનારે નમાઝ અદા કરી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. બચલ ખાને ટ્રકને રોડની કિનારે ઉભી રાખી અને નમાઝ પઢવાનું શરૂ કર્યું. પોલીસે શનિવારે બચલ ખાનની ધરપકડ કરી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો યુવકની આ કાર્યવાહીને ખોટી ગણાવીને ટીકા કરી રહ્યા છે અને એવો પણ દાવો કરી રહ્યા છે કે નમાઝ અદા કરવા માટે રોડ કિનારે ટ્રક રોકાવાને કારણે જામની સ્થિતિ સર્જાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….