Not Set/ અમરેલી : મેઘરાજાને મનાવવા લોકો દ્વારા કરાયુ રામધૂનનું આયોજન

છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમરેલીનાં લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. મેઘરાજાને મનાવવા વડીયામાં લોકોએ રામધૂનનું આયોજન કર્યુ. ધૂંધલીનાથ મંદિર ખાતે આ રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે, ખાસ વાત એ છે કે અહી 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા દિવસે બહેનો અને રાત્રીનાં સમયે ભાઇઓ રામધૂન બોલાવશે. સારા વરસાદની આશા […]

Top Stories Gujarat
Amreli ramdhun અમરેલી : મેઘરાજાને મનાવવા લોકો દ્વારા કરાયુ રામધૂનનું આયોજન

છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમરેલીનાં લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. મેઘરાજાને મનાવવા વડીયામાં લોકોએ રામધૂનનું આયોજન કર્યુ. ધૂંધલીનાથ મંદિર ખાતે આ રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે, ખાસ વાત એ છે કે અહી 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા દિવસે બહેનો અને રાત્રીનાં સમયે ભાઇઓ રામધૂન બોલાવશે.

સારા વરસાદની આશા રાખીને બેઠેલા લોકો હવે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. જ્યા દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદે આગમન કરી દીધુ છે, ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે, મેઘરાજા અહી પોતાની કૃપા વરસાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.