રખડતા ઢોરનો આતંક/ જામનગરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત

જામનગર શહેરમાં જ્યાં રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે વૃદ્ધને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Others
રખડતા ઢોરની
  • જામનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક
  • રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત
  • વૃદ્ધનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત
  • વિશ્રામ હોટલ પાસે સાંઢે કર્યો હતો હુમલો
  • ફેક્ચર અને પગના ભાગે પહોંચી હતી ઇજા

રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસો વધતો જાય છે એ પછી ગામડુ હોય કે સિટી. જાહેર રસ્તા પર રખડતા ઢોરનો આતંક ક્યારેક એટલો વધી જાય છે લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. આવુ જ કંઇ બન્યુ હતુ જામનગર શહેરમાં જ્યાં રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે વૃદ્ધને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે.વિશ્રામ હોટલ પાસે સાંઢે હુમલો કર્યો હતો.જ્યાં વૃદ્ધને માથાના ભાગે અસંખ્ય ફેક્ચર થયા હતા અને પગના ભાગે ઇજા પહોંચી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ પત્ની સાથે ગત 9 માર્ચના  રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો. વદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ટિકિટ

આ પણ વાંચો :રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો : પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાના વિરોધમાં કલેક્ટર કચેરીએ પ્રદર્શન કરાયું

આ પણ વાંચો : રાજ્યમાં 47 બિન હથિયારી PIની બદલી, DGPએ આપ્યા આદેશ