Not Set/ સુરત પોલીસની 14 ટીમની 9 કલકાની ભારે જહેમત અંતે રંગલાવી, 7 વર્ષની બાળકીને સફળતાપૂર્વક શોધી

સુરત પોલીસની 9 કલાકની જહેમત રંગ લાવી. જી હા, સુરત પોલીસ દ્રારા શહેરનાં પાંડેસર વિસ્તારમાં 14 ટીમેની રચના કરી 9 કલાક ભારે જેહમત કરવામાં આવી હતી. અનેક CCTV ફૂટેજો પણ પોલીસ દ્વારા બારીકાઇથી જોવામાં આવ્યા હતા. અંત ભલા તો સબ ભલાની રાહે પોલીસને અંતે સફળતા મળી અને એક માત્ર ને માત્ર સાત વર્ષની બાળકીનું ભવિષ્ય સુરક્ષીત […]

Gujarat Surat
8aeb89779a7fd96fa9984c315890b90a સુરત પોલીસની 14 ટીમની 9 કલકાની ભારે જહેમત અંતે રંગલાવી, 7 વર્ષની બાળકીને સફળતાપૂર્વક શોધી

સુરત પોલીસની 9 કલાકની જહેમત રંગ લાવી. જી હા, સુરત પોલીસ દ્રારા શહેરનાં પાંડેસર વિસ્તારમાં 14 ટીમેની રચના કરી 9 કલાક ભારે જેહમત કરવામાં આવી હતી. અનેક CCTV ફૂટેજો પણ પોલીસ દ્વારા બારીકાઇથી જોવામાં આવ્યા હતા. અંત ભલા તો સબ ભલાની રાહે પોલીસને અંતે સફળતા મળી અને એક માત્ર ને માત્ર સાત વર્ષની બાળકીનું ભવિષ્ય સુરક્ષીત થયું. 

વાત જાણે એમ છે કે, પાંડેસરમાં 7 વર્ષની બાળકી ગુમ થવાનો મામલો પોલીસ સામે આવ્યો. બાળકીને તેનો જ પિતા માર મારતો હતો અને ક્રુરતા પૂર્વક ઘરમાં બાંધી રાખતો હતો. બાળકી ત્રાસથી કંટાળીને મોકો મળતા ઘરમાંથી અને ખાસ કરીને ક્રુર બાપનાં સકંજામાંથી ભાગી છુટી હતી. ઉલ્લેખનીય છે કે, બાળકીની માતા હાલ મુંબઇ રહે છે. પોલીસને એનકેન પ્રકારે બાળકી લાપતા થયાની ભાળ મળતા બાળકીને શોઘવાની કવાયતો શરુ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે 14 ટીમે બનાવવામાં આવી હતી અને સતત 9 કલાકની મહેનતનાં અંતે બાળકીને શોધી કાઢવામાં આવી હતી. બાળકીને ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા CCTV સર્વેલન્સની મદદ પણ લેવાઈ હતી. અંતે બાળકી સુરતનાં  પર્વત પાટિયા વિસ્તારમાંથી પોલીસે શોધી કાઢી હતી. બાળકીની પ્રાથમીક પુછ્છા બાદ આ મામલે પોલીસ દ્વારા બાળકીનાં પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews