રાજનીતિના મોટા સમાચાર/ પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું પાર્ટીમાંથી રાજીનામુ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે, તેમના રાજીનામાથી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Untitled 21 પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું પાર્ટીમાંથી રાજીનામુ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું પાર્ટીમાંથી રાજીનામુ
કોંગ્રેસમાં જોડાશે કે આપમાં?
રાજ્યના રાજકીય આલમમાં જાતજાતની અટકળો

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાથી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના રાજીનામાથી ચર્ચાઓનો એક દૌર પણ શરૂ થયો છે. આ દિગ્ગજ નેતા હવે કયા પક્ષમાં જોડાશે. રાજકીય આલમમાં જાતજાતની અટકળો ચાલી રહી છે કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો પંજો પકડશે કે પછી આપમાં જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે જયનારાયણ વ્યાસે સૂચક મુલાકાત પણ કરી હતી. જેના પરથી લાગી રહ્યું છે કે વ્યાસની કોંગ્રેસમાં જોડાવવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.