Not Set/ ઓપરેશન જામનગર/ ભૂમાફિયા જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનારને ATSએ ઝડપી પડ્યો

  ગુજરાતના ઓપરેશન જામનગરની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગ રૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે.  ત્યારે જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ats પકડી પડ્યો છે. પોલીસ ગિરફતમાં રહેલા આ આરોપી બળવતસિંહ ઉર્ફે બ્લલું પટવા છે. આરોપી જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપાલય કરતો હતો. ATS […]

Ahmedabad Gujarat
212d40bf4a49b433bb07ed28b5458a3b ઓપરેશન જામનગર/ ભૂમાફિયા જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનારને ATSએ ઝડપી પડ્યો
212d40bf4a49b433bb07ed28b5458a3b ઓપરેશન જામનગર/ ભૂમાફિયા જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનારને ATSએ ઝડપી પડ્યો 

ગુજરાતના ઓપરેશન જામનગરની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગ રૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે.  ત્યારે જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ats પકડી પડ્યો છે.

પોલીસ ગિરફતમાં રહેલા આ આરોપી બળવતસિંહ ઉર્ફે બ્લલું પટવા છે. આરોપી જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપાલય કરતો હતો. ATS ની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં અત્યાર સુધી 100 વધુ હથિયાર સપાલય કરી ચુક્યો છે. આરોપી મધ્યપ્રદેશથી ગુજરાતમાં આલગ અલગ ગેગને હથિયાર પુરા પાડી ગુનાહિત કૃત્યમાં સાથ આપતો હતો.

વર્ષ 2019માં જામનગરના પ્રોફેસર રાજાણી કે જેઓ જમીન લે વેચના ધધાં સાથે સંકળાયેલ છે તેની પાસેથી કુખ્યાત જયેશ પટેલે 1 કરોડની ખડણી માંગી હતી. ખડણી નહીં આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બઠિયા પાસે ફાયરીગ કરાવડાયું હતું. જે ગુન્હામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એ દરમ્યાન ખુલાસો થયો હતો કે હથિયાર MP ના ધાર જિલ્લાના બળવતસિંહ ઉર્ફે બલ્લુએ પુરા પડ્યા હતા. ત્યારથી તે વોન્ટેડ હતો. બલ્લુ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં આમ્સ એકટના ગુન્હા નોંધાયેલા છે.

ATS એ આરોપી બલ્લુનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે બલ્લુએ હથિયાર બીજા કોને કોને પુરા પાડ્યા, કેટલા રૂપિયામાં હથિયાર સપ્લાય કરતો હતો અને અન્ય ક્યાં ક્યાં ગુન્હામાં બલ્લુએ સપ્લાય કરેલા હથિયારનો ઉપયોગ થયેલો છે આ તમામ દિશામાં જામનગર પોલીસ આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ ચલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.