Not Set/ Video/ દિશા પાટની અને ટાઇગર શ્રોફે બેન્ગ-બેન્ગ ગીત પર મચાવી ધમાલ

ટાઇગર શ્રોફ અને દિશા પાટની હંમેશા હેડલાઇન્સમાં બની રહે છે. બંનેનાં વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે. હવે તે બંનેનો એક થ્રોબેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટની રિતિક રોશનનાં ગીત બેંગ બેંગ પર ડાન્સ કરી રહ્યા છે. ચાહકો બંનેનો આ અંદાજનો આનંદ લઇ રહ્યા […]

Uncategorized
3d453c3f993ae8d4025a14acdb1bf30a Video/ દિશા પાટની અને ટાઇગર શ્રોફે બેન્ગ-બેન્ગ ગીત પર મચાવી ધમાલ

ટાઇગર શ્રોફ અને દિશા પાટની હંમેશા હેડલાઇન્સમાં બની રહે છે. બંનેનાં વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે. હવે તે બંનેનો એક થ્રોબેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટની રિતિક રોશનનાં ગીત બેંગ બેંગ પર ડાન્સ કરી રહ્યા છે. ચાહકો બંનેનો આ અંદાજનો આનંદ લઇ રહ્યા છે. ચાહકો વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટાઇગર શ્રોફ અને દિશા પાટનીનો આ થ્રોબેક વીડિયો ફેન પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ટાઇગર શ્રોફની છેલ્લી ફિલ્મ બાગી-3રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જો કે, કોરોનાવાયરસને કારણે ફિલ્મની કમાણી પણ પ્રભાવિત થઈ હતી. આ ફિલ્મમાં તેમના સિવાય શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. ઉપરાંત રિતિક રોશન સાથેની ટાઇગર શ્રોફની ફિલ્મ વોરપણ સુપરહિટ રહી હતી, અને તેનો એક્શન અવતાર પણ તેમાં જોરદાર પસંદ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ દિશા પાટનીએ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મલંગમાં પોતાનો બેબાક અવતાર અને પાત્રની સાથે દર્શકોનું ખૂબ દિલ જીત્યુ હતુ. નોંધપાત્ર વાત એ છે કે દિશા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. દિશા તાજેતરમાં જ ફિલ્મ મલંગમાં આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુની સાથે જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય દિશા ટૂંક સમયમાં એક વિલેન 2 માં જોવા મળશે, જે મલંગનાં દિગ્દર્શક મોહિત સુરીની ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.