Gujarat Weather forecast/ ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં મતદાન કરવું પડશે!

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને હવે જૂજ દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં હવામાન ખાતાએ…………

Gujarat Top Stories Breaking News
Image 29 1 ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં મતદાન કરવું પડશે!

Gujarat Weather News: રાજ્યમાં હવામાન ખાતાએ ચૂંટણીના દિવસે ગરમીનો પારો વધતો જવાની આગાહી કરી છે. 7 મેના રોજ તાપમાન 43 ડિગ્રીને પાર જશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં નાગરિકોને મતદાન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને હવે જૂજ દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં હવામાન ખાતાએ મતદાન દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર જવાની આગાહી કરી છે. હવામાનની ખાનગી સંસ્થાએ 28 એપ્રિલ થી 1 મે સુધી તાપમાન 40 ડિગ્રી સુધી રહેવાનું જણાવ્યું છે. તો બીજી બાજુ 7 મેના રોજ તાપમાન 43 ડિગ્રીને પાર જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

છેલ્લા 10 વર્ષથી મે મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ જતો જોવા મળ્યો છે. ત્યારે સૂર્યદેવ પોતાનું તેજ પ્રકાશમાન કરે તે પહેલા વહેલી સવારે લોકો મતદાન કરે તેવી સંભાવના છે. મતદાન દિવસે રાજકોટમાં 45, વડોદરામાં 42, ભુજ અને ભાવનગરમાં 43 ડિગ્રીએ તાપમાન રહેવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી

આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત