રામ મંદિર/ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામના પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર શિખર પર 13 ગજની ધ્વજારોહણ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે રહેતા અને મૂળ રાજસ્થાની ફલડીયા પરિવાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર ના નવનિર્માણ થયા બાદ સૌપ્રથમ ધ્વજારોહણ કરવામાં આવશે

Top Stories India
6 5 દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામના પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર શિખર પર 13 ગજની ધ્વજારોહણ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે રહેતા અને મૂળ રાજસ્થાની ફલડીયા પરિવાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર ના નવનિર્માણ થયા બાદ સૌપ્રથમ ધ્વજારોહણ કરવામાં આવશે ‘શ્રીરામ જય રામ જય જય રામ’ અને ‘જય દ્વારકાધીશ’ તેમજ સૂર્ય અને ચંદ્રમા નું પ્રતીક દર્શાવતી 13 ગજ ની ધ્વજા મંદિર ના શિખર પર શુશોભિત થશે.

 

7 5 દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામના પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર શિખર પર 13 ગજની ધ્વજારોહણ કરાશે

દેવભૂમિ દ્વારકા ના મીઠાપુર ખાતે રહેતા ફલડીયા પરિવાર દ્વારા બે વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર ના નિર્માણ કાર્ય ની શરૂઆત થતા જ ધ્વજારોહણ કરવાનો સંકલ્પ લીધો હતો ત્યારે ફલડીયા પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર પ્રશાસન સાથે વાત કરી અને પરવાનગી લીધી હતી અને પ્રશાસન દ્વારા મંજૂરી મળતા જ મૂળ રાજસ્થાન અને હાલ મીઠાપુર લ્હાતે રહેતા પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર ના ખાતે સૌપ્રથમ ધ્વજારોહણ કરવામાં આવનાર હોઈ ત્યારે ખાસ ધ્વજા તૈયાર કરવામાં આવી છે ‘શ્રી રામ જય રામ જય જય રામ’ સાથે ‘જય દ્વારકાધીશ’ શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ સૂર્ય અને ચંદ્રમા નું પ્રતીક અંકિત કરાયું છે અને શ્રી રામ જય રામ જય જય રામ એ 13 અંક નો મંત્ર હોઈ જેથી 13 ગજ કાપડ ની ધ્વજા અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી છે…

રિપોર્ટરઃ મહોમ્મદ ચાકી, મંતવ્ય ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા

 

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ