Not Set/ સમય સમયનું કામ કરશે, અવગણના થાય તો નારાજગી અનુભવાય: કુંવરજી બાવળીયા

કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાની નારાજગી ફરી એક વખત સામે આવી છે. કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં કુંવરજી બાવળિયાએ એવું કહ્યું છે કે હુ્ં નારાજ છું. જો અવગણના થાય તો નારાજગી અનુભવાય તે સ્વાભાવિક છે. આ સિવાય તેઓ કોંગ્રેસમાં રહેશે કે પછી પક્ષ સાથેથી છેડો ફાડશે તે સવાલ છે. જો કે આ સવાલ પર […]

Top Stories Gujarat Trending
fkjzyflisadhylfkjsdhlkfjhgsdkjfbg.hj 2 સમય સમયનું કામ કરશે, અવગણના થાય તો નારાજગી અનુભવાય: કુંવરજી બાવળીયા

કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાની નારાજગી ફરી એક વખત સામે આવી છે. કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં કુંવરજી બાવળિયાએ એવું કહ્યું છે કે હુ્ં નારાજ છું. જો અવગણના થાય તો નારાજગી અનુભવાય તે સ્વાભાવિક છે.

આ સિવાય તેઓ કોંગ્રેસમાં રહેશે કે પછી પક્ષ સાથેથી છેડો ફાડશે તે સવાલ છે. જો કે આ સવાલ પર તેમણે એવું કહ્યું કે સમય સમયનું કામ કરશે. જસદણમાં કોંગ્રસનો ગઢ માનવામાં આવે છે અહી કોળી નેતા કુંવરજી બાવળિયાનોદબદબો રહ્યો છે.

પાર્ટીના સિનિયર નેતા તેમને ગણવામાં આવે છે. જો કે તેના સિનિયર પદનો યોગ્ય ઉપયોગ નથી તથો તેની અવગણના થઇ રહી છે તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે સિનિયરની અવગણના એ ખુબ જૂની વાત છે, હાલ કોઈ પણ તકલીફ નથી. રાજીનામાની વાત ખોટી છે. વર્તમાન સમયમાં તેઓની કોઇ માંગ નથી.

આગામી સમયમાં પાર્ટી સિનિયર નેતાઓની કેવી રીતે ઉપયોગ કરે છે તે જોયા બાદ આગામી નિર્ણય કરવામાં આવશે. આમ સિનિયર નીતાઓની અવગણનાનો એક મુદ્દો હોવાનો આડકતરો સ્વીકાર તેમણે કર્યો હતો.

કુંવરજી એ કહ્યું રાજીનામાનો કોઇ પ્રશ્ન જ નથી, વિશેષમાં તેમણે જણાવ્યુ હતુ કે પક્ષમાં યુવા આગેવાનોને આગળ કરી સિનિયર નેતાઓને સાઇડ લાઇન કરવાની નીતિ સામે નારાજગી છે.