Not Set/ વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 4.86 લાખ કોરોનાનાં નવા કેસ, દેશ – દુનિયા સહિત ગુજરાતની પરિસ્થિતિનો આ છે ચિતાર

કોરોનાએ પોતાનો પ્રસરાવ ફરી એક વખત રોકેટ ગતિએ શરુ કરી દીધો છે અને કોરોનાનો હાહાકાર ફરી એક વખત વિશ્વ – દેશ સહિત ગુજરાતમાં છાપરે ચડી પોકારી રહ્યો છે. તજજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે,

Top Stories World Breaking News
corona world 1 વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 4.86 લાખ કોરોનાનાં નવા કેસ, દેશ – દુનિયા સહિત ગુજરાતની પરિસ્થિતિનો આ છે ચિતાર

કોરોનાએ પોતાનો પ્રસરાવ ફરી એક વખત રોકેટ ગતિએ શરુ કરી દીધો છે અને કોરોનાનો હાહાકાર ફરી એક વખત વિશ્વ – દેશ સહિત ગુજરાતમાં છાપરે ચડી પોકારી રહ્યો છે. તજજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ ચૂકી છે અને હાલ તે પીકમાં છે, તો વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યુ છે. આ મામલે WHO દ્વારા પણ ચેતાવણી ઉચ્ચારવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરની WHOની ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજો તબક્કો પણ અનેક દેશોનાં બે મહિનામાં શરૂ થવાની ભીંતી છે. સ્થિતિ અત્યંત ગંભીર બનવાની WHOએ ચેતવણી આપી છે. WHOનાં કહેવા પ્રમાણે આ સ્થિતિ અને ત્રીજો તબક્કો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આવશે. ત્રીજો તબક્કો અને બીજી લહેરને પગલે કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે. અને સંક્રમણની સાથે સાથે વિશ્વભરમાં કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

તજજ્ઞોનું માનવામાં આવે અને ભારતનાં સંદર્ભમા જોવામાં આવે તો જો આ બીજી લહેર હોય અને વિશ્વમા અનેક દેશો ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા હોય તો બીજી પછી ત્રીજી પણ આવશે જ તે પાક્કી વાત કહી શકાય. જ્યારે બીજીનાં ભણકારાથી લોકો થથરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં જો સંયમ વર્તવામાં ન આવે તો શુ થશે તે સમજી શકાય તેવી વાત છે. કોરોના ફરી સબળતાથી માંથુ ઉંચકી રહ્યો છે અને તેના પુરાવા આ આંકડા છે, આવો નજર કરીએ દેશ – દુનિયા સહિત ગુજરાતનાં પાછલા 24 કલાકનાં કોરોના અંકો પર…

દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર

  • વિશ્વમાં કોરોનાનાં કુલ 5.89 કરોડ કેસ
  • 24 કલાકમાં નવા 4.86 લાખ કોરોનાનાં કેસ
  • અમેરિકામાં કોરોનાનાં નવા 1.34 લાખ કેસ
  • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ
  • 24 કલાકમાં વિશ્વમાં 7,300 લોકોનાં મોત

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • દેશમાં નવા કેસ સામે ઘટયો રિકવરી રેટ
  • દેશમાં કોરોનાનાં નવા 44 હજાર કેસ
  • દેશમાં 24 કલાકમાં 41 હજાર દર્દી રિકવર
  • દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 91.40 લાખ પર
  • દેશમાં હાલ 4.43 લાખ એકટિવ કેસ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

  • ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત
  • રાજ્યમાં નવા 1495 કોરોનાનાં કેસ
  • 24 કલાકમાં 13 લોકોનાં કોરોનાથી મોત
  • અમદાવાદમાં કોરોનાનાં નવા 318 કેસ
  • રાજ્યમાં હાલ કોરોનાનાં 13,600 એકટિવ કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….