Not Set/ અમદાવાદ : ભાજપના મહિલા કાર્યકરની સગીર પુત્રીને લઇ યુવક રફુચક્કર, ફરિયાદ

અમદાવાદમાં વસતા અને ભાજપના મહિલા કાર્યકરની સગીર વયની પુત્રીને તેનો પ્રેમી ભગાડી ગયો હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે, સગીરા ભાજપી મહિલા કાર્યકરની સાવકી પુત્રી છે. એમના પતિના પહેલી પત્ની સાથે 15 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ સગીરા પિતા સાથે જ રહેતી હતી. આ મામલે મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં […]

Top Stories Ahmedabad Gujarat
Cute Couple Holding Hands Wallpapers અમદાવાદ : ભાજપના મહિલા કાર્યકરની સગીર પુત્રીને લઇ યુવક રફુચક્કર, ફરિયાદ

અમદાવાદમાં વસતા અને ભાજપના મહિલા કાર્યકરની સગીર વયની પુત્રીને તેનો પ્રેમી ભગાડી ગયો હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે, સગીરા ભાજપી મહિલા કાર્યકરની સાવકી પુત્રી છે. એમના પતિના પહેલી પત્ની સાથે 15 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ સગીરા પિતા સાથે જ રહેતી હતી.

આ મામલે મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં ચૂંટણીઓ હોવાથી મહિલા કાર્યકર્તા એમની પુત્રી સાથે પ્રચાર અર્થે રાજસ્થાન ગયા હતા. જ્યાં યુવતી આખો દિવસ કોઈ યુવક સાથે ફોન પર વાતો કરતી હતી.

જેથી મહિલા કાર્યકર્તાએ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, એમની ગેરહાજરીમાં યુવક ઘરે પણ આવતો હતો. જેથી મહિલાએ પુત્રીને ઠપકો આપી સંબંધ તોડી નાખવા કહ્યું હતું.

આ ઘટનાના બીજા દિવસે સગીરા કોઈને કઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. આસપાસમાં શોધખોળ કરવા છતાં પણ યુવતી મળી આવી નહતી. તેથી મહિલાએ આ અંગે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.