Election/ ખેડા જિલ્લાની કપડવંજ બેઠક પર ક્ષત્રિય સમાજનો વર્ચસ્વ, છેલ્લી 3 ટર્મથી ભાજપ આ બેઠક જીતી નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા હવે ચૂંટણી રસાકસી બની રહેવાના એધાણ છે.

Top Stories Gujarat
28 1 ખેડા જિલ્લાની કપડવંજ બેઠક પર ક્ષત્રિય સમાજનો વર્ચસ્વ, છેલ્લી 3 ટર્મથી ભાજપ આ બેઠક જીતી નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગઇ છે.આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા હવે ચૂંટણી રસાકસી બની રહેવાના એધાણ છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ખેડા જિલ્લાની કપડવંજ વિસ્તારની બેઠક પર રાજ્કિય સમીકરણ શું છે તે જોઇશું, આ ખેડા જિલ્લાની બેઠકમાં 2017થી સીમાકન કરવામાં આવતા કઠલાલ વિધાનસભાની બેઠક  હવે કપડવંજમાં મર્જ થઇ ગઇ છે. આ બેઠક પર હાલ કોંગ્રેસના ધરાસભ્ય છે. કાળાસિહ ડાભી જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેમનું આ બેઠક પર વર્ચસ્વ જોવા મળી રહ્યો છે.

કપડવંજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 120 નંબરની વિધાનસભા બેઠક પણ છે. કપડવંજ વિધાનસભા બેઠક અંતર્ગત કપડવંજ તાલુકાના ગામો, મહુઢા તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠકમાં વર્ષ 2017 પ્રમાણે આશરે કુલ 272159 મતદારો છે, જેમાં 139656 પુરૂષ, 132496 મહિલા અને 7 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.કપડવંજ બેઠક પર ક્ષત્રિય સમાજનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં ક્ષત્રિય ,માજના મતો ઉમેદવારની હાર કે જીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 1990 સુધી કપડવંજની આ બેઠક કોંગ્રેસના ખાતામાં હતી. ત્યાર પછી ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. ક્ષત્રિય અને ઓબીસી મતદારોએ આ બેઠક 1995માં ભાજપના ઉમેદવાર મણિભાઈ પટેલે જીતી હતી. આ પછી 1998 અને 2002માં ભાજપમાંથી બે વખત ચૂંટણી જીતીને બિમલ શાહ વિધાનસભા પહોંચ્યા હતા.બિમલ શાહ 1999 – 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં પરિવહન મંત્રી હતા, પરંતુ 2007માં બિમલ શાહ ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ પટેલ ચૂંટણી જીત્યા. તેમણે ભાજપ છોડીને પંજા સાથે હાથ મિલાવ્યા હતા.મણિભાઈ પટેલને ભાજપમાંથી ટિકિટ ન મળી એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા. 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

2017માં ભાજપે બિમલ શાહને ટિકિટ ન આપી અને બિમલ શાહ અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા અને ભાજપને તેનો ભોગ બનવું પડ્યું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફરી એકવાર જીત મેળવી હતી.