મોંઘવારીનો માર/ દિવાળીના તહેવાર ટાણે શાકભાજીનાં વધ્યાં ભાવ, મધ્યમ વર્ગનું ખોરવાયું બજેટ

રોજિંદા જીવનમાં વપરાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. 80 રૂપિયા થી લઈ 120 રૂપિયા કિલો વચાઈ રહ્યા છે. વરસાદ અને ગરમી તથા મોંઘા ઇંધનને લઈ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યોછે.

Top Stories Gujarat Others
Untitled 48 4 દિવાળીના તહેવાર ટાણે શાકભાજીનાં વધ્યાં ભાવ, મધ્યમ વર્ગનું ખોરવાયું બજેટ
  • છૂટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને
  • શાકભાજીના કિલોના ભાવ 80 થી 120રૂ.સુધી પહોંચ્યા
  • વરસાદ-ગરમીને કારણે ઉત્પાદન ઘટ થતાં વધ્યાં ભાવ
  • હજુ 15 દિવસ ભાવ વધેલા રહેવાની શકયતા
  • ભાવ વધતાં કોમનમેનને મોંઘવારીનો માર

પેટ્રોલ અને ડિઝાલ ભાવમાં થયેલો વધારો તો દઝાડી રહ્યો હતો. જો કે હવે તેણી સાથે ફરીએકવાર શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ મધેમ વર્ગીય ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. રોજિંદા જીવનમાં વપરાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. 80 રૂપિયા થી લઈ 120 રૂપિયા કિલો વચાઈ રહ્યા છે. વરસાદ અને ગરમી તથા મોંઘા ઇંધનને લઈ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યોછે. વધુ પડતાં વરસાદથી ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેણી સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. આવો એક નજર નાખીએ શાકભાજીના ભાવ ઉપર ..

  • ટિંડોળા – 100 થી 120રૂ. કિલો
  • ગવાર – 100 થી 120રૂ. કિલો
  • કોબીઝ – 50 છી 70રૂ.કિલો
  • ફુલાવર- 80 રૂપિયે કિલો
  • મરચા- 100 રૂપિયે કિલો

સ્વાભવિક છે કે શિયાળાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ શિયાળામાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી પણ સારા ભાવ ખેડૂતોને મળ્યા છે. શબકભાઈજીના વધતાં ભાવથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઇ રહ્યું છે. જે શાકભાજી માટે અગાઉ દૈનિક 50 -60 રૂપિયા ખર્ચવા પડતાં હતા તે હવે લગભગ ડબલ થઈ ગયા છે.