@મેહુલ દુધરેજીયા
અમદાવાદના જમાલપુર સ્મશાનના ખતરનાક દ્રશ્યો મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા છે.સ્મશાનમાં આવતા ડાઘુઓ પણ આ દર્શ્યો જોઈને ડઘાઈ ગયા કે નશાની આટલી બોટલ છતાં તંત્ર ચૂપ કેમ? કે કોઈ અસામાજિક તત્વોને રોકતું નથી.કોણ આવા અસામાજિક તત્વોને છાવરે છે.
અમદાવાદના સ્મશાનમા દારૂ અને નશાની ખુલ્લે આમ પડી છે બોટલ.એક બે નહિ પરંતુ મોટી સંખ્યામાં બોટલો મળી આવી.સ્મશાનના લોકો માટે હોલ બેસવા બનાવ્યો છે.પરંતુ દારૂ પાર્ટી થતી હોય તેવા દ્રશ્યો આ હોલમાં દ્રશ્યમાન થઇ રહ્યા છે.આ હોલ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.પરંતુ આ ખર્ચ લોકો માટે નહિ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.આ હોલમાં બેસીને બિન્દાસ દારૂ પાર્ટી કરતા હશે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અંતિમ ક્રિયામાં આવતા લોકો પણ દ્રશ્યો જોઈને શરમ અનુભવે છે.જમાલપુર સ્મશાનમાં આવા અસામાજીક તત્વો દીવાલ તોડીને રિવરફ્રન્ટ પર સીધા જ જઈ શકે છે.આવા અસામાજિક તત્વોને અટકાવવા માટે સુરક્ષાકર્મીઓ પણ હાજર નથી.ડાઘુઓ માટે બનાવવામાં આવેલ શૌચાલય અને બાથરૂમ ને પણ ખંભાતી તાળા લગાવવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા સ્મશાનની જાળવણી અને સાફ સફાઈ માટે કરોડો ના ટેન્ડર આપવામાં આવે છે..આ ટેન્ડર બાદ પણ આ રીતે સફાઈ કરવામાં આવતી નથી.ખુલ્લે આમ દારૂની બોટલો અને નશાકારક બોટલ હોવા છતાં કોઈ પોલીસ કાર્યવાહી કોઈ દિવસ થઇ નથી.ત્યારે સ્થાનિકો અને અંતિમક્રિયામાં આવતા લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી
આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ
આ પણ વાંચો:ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત
આ પણ વાંચો:ગુજરાતના હાઇવે પરના અકસ્માતો અટકાવશે અનોખી ટેકનોલોજી
