મહિલા આરક્ષણ બિલ રાજ્ય સભામાં પણ મંજૂર
મહિલા આરક્ષણ બિલની તરફેણમાં 215 મત પડ્યા, વિરોધમાં એક પણ મત નહીં..
લોકસભામાં ગઈકાલે પાસ થયેલા બિલ ને રાજ્યસભાએ આપી લીલીઝંડી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર પ્રસ્તાવ બાદ રાજ્યસભામાં થયું વોટીંગ
હવે બિલને કાયદા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે
રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થયું. બિલના સમર્થનમાં 215 વોટ પડ્યા હતા અને તેની વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો.લોકસભા અને એસેમ્બલીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં ચર્ચા બાદ પસાર થયું હતું. બિલની તરફેણમાં 215 સભ્યોએ મતદાન કર્યું, જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો ન હતો. આ પહેલા જનરલ સેક્રેટરી પીસી મોદીએ સભ્યોને વોટિંગ પ્રક્રિયા સમજાવી હતી. હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ હશે. તમને જણાવી દઈએ કે આ બિલને બુધવારે જ લોકસભામાંથી મંજૂરી મળી ગઈ છે. આ પહેલા પાર્ટી અને વિપક્ષના સભ્યોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યસભામાં હાજર રહ્યા હતા.
બિલ રજૂ કરતી વખતે મેઘવાલે કહ્યું કે આ બિલ મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલું બિલ છે. આ કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા વર્તમાન (82) થી વધીને 181 થઈ જશે. તે પસાર થયા પછી, વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે.
