Not Set/ મહીલા પર સિંહનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

અમરેલી, અમરેલીના ઘારી પાસે આવેલ મીઠાપુર ગામની મહીલા પર સિહે હુમલો કર્યો હતો. મીઠાપુર ગામની મહીલા વાડીમાં રાત્રીના સમયે સુતી હતી. ત્યારે અચાનક સિહે હુમલો કરતા મહિલા ખુબ જ ડરી ગઈ હતી અને તેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોને જાણ થતા લોકો મહિલા પાસે પહોંચી ગયા હતા. સિંહના હુમલાથી મહિલા ઘાયલ થયી હતી. મહિલાના હાથે અને પગે ગંભીર […]

Gujarat Others Trending

અમરેલી,

અમરેલીના ઘારી પાસે આવેલ મીઠાપુર ગામની મહીલા પર સિહે હુમલો કર્યો હતો. મીઠાપુર ગામની મહીલા વાડીમાં રાત્રીના સમયે સુતી હતી.

ત્યારે અચાનક સિહે હુમલો કરતા મહિલા ખુબ જ ડરી ગઈ હતી અને તેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોને જાણ થતા લોકો મહિલા પાસે પહોંચી ગયા હતા. સિંહના હુમલાથી મહિલા ઘાયલ થયી હતી. મહિલાના હાથે અને પગે ગંભીર ઈજાઓ થઇ છે.

આજુબાજુના લોકો આવી જતા મહિલા સિંહના હુમલાથી બચી ગઈ હતી. ત્યાર બાદ આ ઘટનાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ  ઘટના સ્થળે દોડી આવી હતી. સિંહના હુમલામાં ઘાયલ  મહીલાને વઘુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.