માનવતાની મહેક/ શેલ્ટરહોમમાં રહેનારાઓ માટે પોરબંદરવાસીઓએ ગણતરીના કલાકોમાં ફૂડ પેકેટ તૈયાર કરી આપ્યા

બિપરજોય વાવાઝોડાની આફત ટાણે પોરબંદર જિલ્લામાં પાંચ હજારથી વધુ લોકોને કલાકોમાં જ જિલ્લા તંત્રએ અગાઉથી નિયત કરાયેલા શેલ્‍ટર હાઉસમાં પહોંચાડી દીધા ત્‍યારે તેમને ભોજન મળી રહે તે માટે પોરબંદર જિલ્લાની અનેક સંસ્‍થાઓએ ગણતરીની કલાકોમાં ભોજન અને ફુડ પેકેટ બનાવી માનવતાને મહેકાવી  હતી.

Top Stories Gujarat

બિપરજોય વાવાઝોડાની આફત ટાણે પોરબંદર જિલ્લામાં Biparjoy પાંચ હજારથી વધુ લોકોને કલાકોમાં જ જિલ્લા તંત્રએ અગાઉથી નિયત કરાયેલા શેલ્‍ટર હાઉસમાં પહોંચાડી દીધા ત્‍યારે તેમને ભોજન મળી રહે તે માટે પોરબંદર જિલ્લાની અનેક સંસ્‍થાઓએ ગણતરીની કલાકોમાં ભોજન અને ફુડ પેકેટ બનાવી માનવતાને મહેકાવી  હતી.

પોરબંદર જિલ્લાની તાસીર રહી છે કે આફત ટાણે તંત્રની Biparjoy સાથે ખભે ખભા મિલાવી નામી અનામી સંસ્‍થાઓ અસરગ્રસ્‍તોની વહારે આવી જાય છે. જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી અને તેની અસર થશે તેમ નક્કી થતાં વહીવટી તંત્રએ નિયત કરાયેલા શેલ્‍ટર હાઉસ પર કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને બાળકો સહિત સ્‍થળાંતરિત કરવામાં આવ્‍યા હતાં. પ્રથમ દિવસે 13 જૂનના રોજ 1000 લોકો અને પછીના બીજા દિવસે 3,000 જેટલા અને ત્રીજા દિવસે 5,000 લોકોને સલામત સ્‍થળે વહીવટી તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

આ તમામ લોકોને ગરમ ભોજન નાસ્‍તો ચા – પાણી – દૂધ અને Biparjoy બિસ્‍કીટ બાળકોને મળી રહે તે માટે વિવિધ સંસ્‍થાઓને જણાવવામાં આવતા પોરબંદર જિલ્લાની સંસ્‍થાઓએ સેવાભાવી કાર્યકરોએ અગ્રણીઓએ પોતાનું યોગદાન આપી આ આફતમાંથી બહાર આવવા પ્રેરણાદાયી જન ભાગીદારી બતાવી હતી, એન. જી. ઓ.ના આ સામાજિક દાયિત્‍વ અંગે જિલ્લા તંત્રે પણ આભાર માન્‍યો છે.

બીપોરજોય વાવાઝોડાની કુદરતી આફતના ઇન્‍ટરનેશનલ મહેર Biparjoy સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા અસરગ્રસ્‍ત વિસ્‍તારના જરૂરીયાતમંદ પરિવારો તેમજ સરકારીતંત્રને મદદરૂમ બનવા જવાબદારી જાણી તાત્‍કાલીક ધોરણે ત્રણ હજાર જેટલા ફુડ પેકેટો તૈયાર કરાવી સરકારી તંત્રને સોંપવામાં આવેલ છે સંસ્‍થા પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રી બચુભાઇ આંત્રોલીયા અને જીતેન્‍દ્રભાઇ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્‍થાના ઉપપ્રમુખઓ અરજનભાઇ ખિસ્‍તરીયા, નવઘણભાઇ બી. મોઢવાડિયા તથા કારાભાઇ (વજશીભાઇ) કેશવાલા દ્વારા આ માનવ સેવાનું કાર્ય પાર પાડયું હતું.

 

આ પણ વાંચોઃ બિપરજોય/ પોરબંદરમાં સરકારના આગોતરા આયોજનના લીધે નુકસાન ટળ્યુઃ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી

આ પણ વાંચોઃ બિપરજોય/ કચ્છમાં વાવાઝોડાની વિદાય, વળતર આપવાની પક્રિયાએ પકડ્યો વેગ : શું તમને મળશે વળતર?

આ પણ વાંચોઃ RTO-Dealer/ નવા વાહનોની નોંધણીની પૂરી પ્રક્રિયામાંથી RTOનો એકડો જ નીકળી જશે, ડીલરોની રહેશે જવાબદારી

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડા બાદ સાબરકાંઠાના સાત જીલ્લામાં નોધાયો આટલો વરસાદ

આ પણ વાંચોઃ ચોરી મેરા કામ/ વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી