Ahmedabad/ કૌટુંબિક ભાઈએ ફોનમાં મહિલાનાં નગ્ન ફોટા બતાવી આચર્યુ દુષ્કર્મ, અને પછી કર્યું કઈંક આવું

અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં રહેતી યુવતીનો સ્નાન કરતો વીડિયો બનાવી કૌટુંબિક ભાઈ એ જ બ્લેકમેલ કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાની ધટના બની છે…

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં રહેતી યુવતીનો સ્નાન કરતો વીડિયો બનાવી કૌટુંબિક ભાઈ એ જ બ્લેકમેલ કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે, આ ઘટની જાણ સમાજમાં અને સગાને થતા યુવતીની બદનામી થઈ હતી. પરિવારજનો મહેણા મારતા હોવાથી આરોપીનાં ત્રાસથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે બે સંતાનની માતા એવી મહિલાને બ્લેકમેલ કરી શોષણ કરનાર આરોપી વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબાવાડી વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા બે વર્ષ અગાઉ ભાણીનાં લગ્નમાં લીમડી તાલુકાનાં બોરાણા ગામે ગઈ હતી. લગ્નમાં મહિલાનો પરિચય તેના ફોઈનાં દિયરનાં દીકરા સાથે થયો અને ફોન નંબરોની આપ-લે થઈ હતી. કૌટુંબીક ભાઈએ બાદમાં ફોન પર મહિલા પાસે બિભસ્ત માંગણીઓ કરી હતી. જોકે યુવક કૌટુંબીક ભાઈ થતો હોવાથી મહિલાએ આ બાબતે કોઈને જાણ કરી ન હોતી. ફેબ્રુઆરી 2020માં મહિલાનાં દીકરાનો જન્મદિવસે યુવક આંબાવાડી આવ્યો હતો. જન્મદિવસની ઉજવણી કરી બન્ને પુત્રો શાળાએ અને પતિ કામ પર નીકળી ગયો પણ યુવક ગયો ન હતો. યુવકે મહિલાને તેનો સ્નાન કરતો વીડિયો મોબાઈલમાં બતાવ્યો હતો. આથી ચોંકેલી મહિલીએ વીડિયો ક્યાંથી આવ્યો? તેમ કહેતા યુવકે “તારા ઘરે અગાઉ આવ્યો, ત્યારે બનાવ્યાનું જણાવ્યું હતું. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કૌટુંબિક ભાઈએ મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ યુવકે મહિલાને લગ્ન કરવા માટે દબાણ કર્યુ હતુ.. અને લગ્ન લગ્ન નહીં કરે, તો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લીંબડી બોલાવી હતી. મહિલા ઘરેથી દાગીના અને રોકડ લઈ લીમડી પહોંચી હતી. યુવકે  લીમડીથી યુવતીને ચુડા લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યાર બાદ યુવતીને તેનાં ફુઆના ઘરે મોકલી અને ત્યાંથી યુવકનાં પરિવારજનોએ મહિલાને અમદાવાદ મૂકી ગયા હતા. યુવકે મહિલાને આ બાબતે કોઈને કઈ પણ કહેવાની ના પાડી હતી. જોકે મહિલાએ યુવકનાં માતા-પિતાને, તેમનો દિકરો યુવતીને જબરજસ્તી ધમકી આપી ભગાડી લાવ્યો હોવાનું જણાવતા સમાજમાં વાતો ફેલાતા મહિલાની બદનામી થઇ હતી. જેના પગલે મહિલાએ ઝેરી દવા ખાઈ ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે મહિલાની ફરિયાદ આધારે તેના કૌટુંબીક ભાઈ વિરુદ્ધ આઇટી એકટ અને દુષ્કર્મની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad / વસ્ત્રાલમાં દીપડો નહી પણ ઝરખ હોવાનો વન વિભાગનો દાવો…

Ahmedabad: શહેરકોટડામાં ડોશી મિયાની ચાલી પાસે પથ્થરમારો…

Ahmedabad: તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…