- વસ્ત્રાલમાં દીપડાના દેખા દેવાનો મામલો
- આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકો સાથે વાત કર્યા બાદ વન વિભાગનું અનુમાન
- બધે દેખાયો તે દીપડો નહીં ઝરખ હોવાનું સામે આવ્યું
- આસપાસના લોકોને ભયમાં ન રહેવા કરાઈ અપીલ
અમદાવાદનાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાનુ ચર્ચામાં આવ્યા બાદ વન નિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગનાં અનુમાન મુજબ CCTV માં દેખાયેલુ જાનવર દીપડો નહી પણ ઝરખ છે.
અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા બાદ આસપાસનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ વન વિભાગની ટીમ તપાસ હાથ ધરી હતી. વન વિભાગનું કહેવુ છે કે, આ જાનવર દીપડો નહી પણ ઝરખ છે. જો કે વન વિભાગે આસપાસનાં લોકોને ભયમાં ન રહેવાની પણ અપીલ કરી છે.
અમદાવાદના ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડા અંગે તપાસ કરવામાં આવી હતી. પગનાં નિશાન પરથી જાનવરને ટ્રેસ કરી કઈ તરફ તે આગળ વધ્યો તેની ખાતરી કરી પકડવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Ahmedabad: શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય…
Ahmedabad: તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બ…
Ahmedabad: નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
