ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. ત્રીજી ટેસ્ટ પહેલા જ ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતાનું 22 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું.તેમના પિતાની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી બગડી હતી, ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પિતાના નિધન પર શોક વ્યક્ત કરીને તેમને સાંત્વના પાઠવી છે અને પત્ર લખ્યો છે.
પીએમ મોદીએ પત્ર લખ્યો
પીએમ મોદીએ ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને તેમના પિતાના નિધન અંગે મોકલેલા પત્રમાં લખ્યું છે કે તમારા પિતા શ્રી તિલક યાદવના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. પિતાની છત્રછાયા અને તેમનો સ્નેહ એ જીવનનો મજબૂત આધાર છે. શ્રી તિલક યાદવજીએ પરિવારમાં તેમની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. ક્રિકેટ જગતમાં તમારી સફરમાં તેમના બલિદાન અને સમર્પણની મોટી ભૂમિકા રહી છે.
ઉમેશ યાદવે આભાર વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ પત્રને ટ્વિટર પર શેર કરતા ઉમેશ યાદવે લખ્યું છે કે મારા પિતાના નિધન પર શોક સંદેશ મોકલવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. તેનો અર્થ મારા અને મારા પરિવાર માટે ઘણો છે.
Thank you, Honourable Prime Minister @narendramodi ji, for your condolence message on the sad demise of my father🙏. This gesture means a lot to me and my family. pic.twitter.com/u68cE4e6Jn
— Umesh Yaadav (@y_umesh) March 3, 2023
ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા
ઉમેશ યાદવ તેની ગતિ માટે જાણીતો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ વિકેટ લીધી અને 17 રન પણ બનાવ્યા. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. ઉમેશે ટીમ ઈન્ડિયા માટે 55 ટેસ્ટમાં 168 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: બુમરાહને ભૂલી જાવ, ઉમેશ યાદવ પર ફોકસ કરોઃ મદનલાલ
આ પણ વાંચો:બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 132 રને હરાવ્યું, જેસન રોયે શાનદાર સદી,સીરિઝ પણ જીતી
આ પણ વાંચો:હાર બાદ ICCએ ભારતને આપ્યો ઝટકો, હોલકર સ્ટેડિયમની પિચને ખરાબ ગણાવી
આ પણ વાંચો:આ દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીની બેટિંગને લઈને કહી મોટી વાત
