Gujarat Weather/ ગુજરાતમાં ગરમીની શરૂઆત, ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો

ગુજરાતમાં 2025-26નો શિયાળો સામાન્ય કરતાં નરમ રહ્યો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 33-36°C સુધી પહોંચ્યું. હવામાન વિભાગ મુજબ અલ નિનો અને પશ્ચિમી વિક્ષેપોની કમી ઠંડી (Cold Wave) ઓછી રહેવાનું મુખ્ય કારણ.

Top Stories Gujarat Breaking News
Cold Wave

Gujarat Weather:ગુજરાતના લોકો આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડીની અપેક્ષા રાખી રહ્યા હતા,પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ જોવા મળી છે. રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડી (Cold Wave). ભર શિયાળે પણ ઘણા દિવસોમાં ઉકળાટભર્યા વાતાવરણનો અનુભવ થયો છે.

હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર,આ વર્ષે ઠંડીનું (Cold Wave) મોજું નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે.રાજ્યમાં હાલ મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33થી 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, જ્યારે ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

શહેર

તાપમાન

રાજકોટ 36 ડિગ્રી
સુરેન્દ્રનગર 35.5 ડિગ્રી
મહુવા 35.6 ડિગ્રી
કેશોદ 35.2 ડિગ્રી
અમદાવાદ 34 ડિગ્રી
ડીસા 34.2 ડિગ્રી
ગાંધીનગર 33.5 ડિગ્રી
વડોદરા 35.4 ડિગ્રી
નલિયા 34.8 ડિગ્રી (મહત્તમ)

ગુજરાતમાં શીતલહેરની (Cold Wave) શક્યતા નહિવત 

લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે, જેના કારણે રાત્રે ઠંડીનો (Cold Wave) તીવ્ર અહેસાસ ઓછો થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી વધુ ઘટી શકે છે અને વહેલી ગરમીનો અહેસાસ થઈ શકે છે. લોકોએ હજુ પણ હળવા ગરમ કપડાં તૈયાર રાખવા જોઈએ, પરંતુ આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં નરમ રહ્યો છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી