ગુજરાત/ રાજયમાં સાર્વત્રિક વરસાદ : પ્રજા માટે પરેશાની અને સરકાર માટે કસોટીનો સમય

ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ 19.5 ઇંચ વરસ્યો છે તો 22તાલુકામાં 4 થી 19.5 ઇંચ સુધીનો વરસાદ થયો છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં વરસાદ

રાજયમાં હવે વરસાદ મજા કરતા સજા વધુ બની રહ્યો છે. ગુજરાત ભરમાં થયેલો વરસાદ સામાન્ય માણસ માટે પરેશાની અને સરકાર માટે કસોટી બની રહ્યો છે. સોમવારે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે જેમાં તમામ જિલ્લાનાં 224 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં નોંધાયેલ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ 19.5 ઇંચ વરસ્યો છે તો 22તાલુકામાં 4 થી 19.5 ઇંચ સુધીનો વરસાદ થયો છે. વરસાદથી  લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા તો કેટલાક ગામો અને લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં અનેક સ્થળોએ ભૂવા પડ્યા છે જેમાં મોટી મોટી ગાડીઓ પણ જમીનમાં ખુચી ગઈ છે. એક તરફ સરકાર સુવિધાની અને વિકાસની વાતો કરતી હતી પરંતુ વરસાદે તમામ વાતોને ખોટી સાબિત કરી દીધી છે અને ચારેતરફ લોકોને માત્ર પરેશાની સહેવાનો વારો આવ્યો છે. ગુજરાત વરસાદ

રાજ્યમાં ક્યાં થયો કેટલો વરસાદ

સાગ બારા.          16 ઇંચ

ઉમરપાડા.           16 ઇંચ

તિલકવાડા.         14 ઇંચ

નાંદોદ.               12 ઇંચ

સુબીર.             11.5ઇંચ

આહવા ડાંગ.    11.5ઇંચ

કપરાડા.          10.5ઇંચ

ગરુડેશ્વર.         8.5ઇંચ

સોનગઢ.            8 ઇંચ

ગોધરા.             8 ઇંચ

ધરમપુર.           8 ઇંચ

ઉચ્છલ.           7 ઇંચ

વઘઇ.             6 ઇંચ

માંગરોળ સુરત 5.5ઇંચ

જાંબુઘોડા.      5.5ઇંચ

વાપી.             5 ઇંચ

ઉમરગામ.       5ઇંચ ભ

પારડી.           4ઇંચ

ગણદેવી.        4ઇંચ

બોડેલી.         4ઇંચ

વ્યારા.          4ઇંચ

11 તાલુકામાં  3 થી 4 ઇંચ વરસાદ

23 તાલુકામાં 2 થી 3  ઇંચ વરસાદ

52 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ

અન્ય 116 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

આ પણ વાંચો : ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?