Exam/ 19 જાન્યુઆરીથી GTU ની BE ની પરીક્ષાઓ થશે શરૂ….

કોરોના કાળ ને લઈને તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવી રહી હતી. ત્યારે ધીરે-ધીરે હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે…

Gujarat
નલિયા 35 19 જાન્યુઆરીથી GTU ની BE ની પરીક્ષાઓ થશે શરૂ....

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ -અમદાવાદ

કોરોના કાળ ને લઈને તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવી રહી હતી. ત્યારે ધીરે-ધીરે હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે દરેક કોલેજો ધીરે ધીરે ઓફલાઈન પરીક્ષા લેવાની પણ તૈયારી બતાવી રહી છે.

ત્યારે હવે ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને અલગ-અલગ ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન એક્ઝામ આપવા માટેની તૈયારી બતાવી છે, જેના પગલે જીટીયુ દ્વારા બીઇ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, જેમાં 19 જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધી ૬૨ હજાર વિદ્યાર્થીઓ ઓફલાઇન એક્ઝામ આપશે. પાંચમા સેમિસ્ટરથી લઈને 10 માં સેમિસ્ટર સુધીનાં વિદ્યાર્થીઓ 350 કેન્દ્ર પર પરીક્ષા આપશે.

આ પહેલા જીટીયુની અત્યાર સુધી લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓની ૯૮ ટકા હાજરી જોવા મળી હતી. જેના કારણે અધિકારીઓએ ઓફલાઈન અને ઓનલાઇન એકઝામનાં પરીક્ષાને લઇને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓએ ઓફલાઈન એકઝામ આપવાની સહમતી બતાવી હતી.

Ahmedabad: કયા ગુના હેઠળ અધધધ 200 લાયસન્સ RTO એ કર્યા રદ…?…

Ahmedabad: હાફ મર્ડરમાં જપ્ત ‘રોયલ એનફિલ્ડ બુલેટ’ ને છોડાવવ…

Ahmedabad: પતંગની મજા બની મોતની સજા: 10 વર્ષિય બાળક છત પરથી પટકાતા મોત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો