વિવાદ/ ધારાસભ્ય રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમબેન માડમે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું…

આજે સવારે જામ્યુકોનાં કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં થયેલ વિવાદ અંગે સાંસદ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી

Top Stories Gujarat
10 11 ધારાસભ્ય રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમબેન માડમે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું...

જામનગરમાં આજે સવારે જામ્યુકોનાં કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં થયેલ વિવાદ અંગે સાંસદ દ્વારા મિડીયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મેટર બીનાબેન કોઠારી અને શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમબેને કહ્યું હતું કે બીનાબેન મારા મોટાબહેન અને રીવાબા મારા નાના બહેન સમાન છે,ભાજપએ પારીવારિક શિસ્તવાળી પાર્ટી છે. સવારે થયેલા વિવાદ પર સાંસદ પૂનમબેને પૂર્ણવિરામ લગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કેજામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.

 મેયર પોતાના હોદ્દાને લઇને વાત કરી રહ્યા હતા, એટલે કે હોદ્દાને લઇને બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ હતી.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા. જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો.

આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેમને પણ રિવાબા જાડેજાએ જાહેરમાં ન બોલવાનું બોલી દેતા કહ્યું હતું કે, તમે જ આ બધું સળગાવાવાળા તમે જ છો અને હવે ઠારવાનો પ્રયાસના કરો. આમ રિવાબા જાડેજાએ સિનિયર નેતાનું અપમાન કર્યું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વચ્ચે પડી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.