Jharkhand/ ઝારખંડમાં બળદને બચાવા જતા પાંચ લોકોના થયા મોત

પાંચ મૃતકોમાંથી માત્ર એક જ મૃતદેહ મળી શક્યો હતો. બાકીના 4 મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. કહેવાય છે કે તમામ મૃતકોના મૃતદેહ કૂવામાં 40 ફૂટ નીચે દટાયેલા છે

India
9 1 8 ઝારખંડમાં બળદને બચાવા જતા પાંચ લોકોના થયા મોત

ઝારખંડની રાજધાની રાંચીથી 70 કિમી દૂર સિલ્લી બ્લોકના મુરી ઓપી વિસ્તારમાં કૂવામાં માટી ધસી પડતા 5 લોકોના મોત થયા છે. ઘટના સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર, એક બળદ કૂવામાં પડી ગયો હતો. તેને બચાવવા માટે 7 લોકો કૂવામાં ઉતર્યા હતા. ત્યારે જ ઉપરથી માટી ધસી પડી અને તમામ લોકો તેમાં દટાઈ ગયા. ગ્રામજનોએ બે લોકોને બચાવ્યા પરંતુ અન્ય 5 લોકોના મોત થયા.

ઘટનાના સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, સિલ્લી કો મુરી ઓપી વિસ્તારના પિસ્કા ગામમાં ગુરુવારે મોડી સાંજે એક બળદ કૂવામાં પડી ગયો હતો. તેને બચાવવા માટે 4 લોકો કૂવામાં ઉતર્યા હતા. અન્ય 3 લોકો તેને બહારથી દોરડા વડે મદદ કરી રહ્યા હતા. ત્યારબાદ વરસાદને કારણે નરમ બની ગયેલી માટી અંદર ખાબકી અને સાતેય લોકો તેમાં દટાઈ ગયા. સ્થાનિક ગ્રામજનોએ ઉતાવળમાં 2 લોકોને બહાર કાઢ્યા હતા પરંતુ અન્ય 5 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.

સ્ટેશન ઇન્ચાર્જે પુષ્ટિ કરી
ઘટનાની પુષ્ટિ કરતા સિલ્લી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આકાશદીપે કહ્યું કે 7 લોકો કાદવમાં દટાયા હતા, જેમાંથી 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય 5 લોકોના મોત થયા છે. પાંચ મૃતકોમાંથી માત્ર એક જ મૃતદેહ મળી શક્યો હતો. બાકીના 4 મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. કહેવાય છે કે તમામ મૃતકોના મૃતદેહ કૂવામાં 40 ફૂટ નીચે દટાયેલા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સિલ્લીના ધારાસભ્ય સુદેશ મહતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ અકસ્માત સ્થળે હાજર છે.