Not Set/ રાજધાની દિલ્હીના માર્ગો પર “જગતનો તાત”, પોતાની આ માંગોને લઈ કરી રહ્યા છે વિરોધ

નવી દિલ્હી, લોન માફી, સ્વામીનાથન કમીશન સહિતની અનેક માંગોને લઈ વિરોધ કરી રહેલા હજારો ખેડૂતો શુક્રવારે રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે. આ દરમિયાન તેઓ સંસદ ભવનનો ઘેરાવ કરવાના છે અને આ માટે ખેડૂતોનો માર્ચ શરુ પણ થઇ ગયો છે. Delhi: Farmers from all across the nation hold protest for the second day over their demands […]

Top Stories India Trending
DtN0Rg3UwAMQzsO રાજધાની દિલ્હીના માર્ગો પર "જગતનો તાત", પોતાની આ માંગોને લઈ કરી રહ્યા છે વિરોધ

નવી દિલ્હી,

લોન માફી, સ્વામીનાથન કમીશન સહિતની અનેક માંગોને લઈ વિરોધ કરી રહેલા હજારો ખેડૂતો શુક્રવારે રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે. આ દરમિયાન તેઓ સંસદ ભવનનો ઘેરાવ કરવાના છે અને આ માટે ખેડૂતોનો માર્ચ શરુ પણ થઇ ગયો છે.

દેશના વિભિન્ન રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો પગપાળા તેમજ વાહનો દ્વારા દિલ્હી પહોંચી ચુક્યા છે. ખેડૂતોમાં આ આંદોલનમાં ડોક્ટર, વકીલ, પૂર્વ સૈનિક તેમજ વિધાથીર્ઓ સહિતના તમામ વર્ગોના લોકો પણ શામેલ થઇ રહ્યા છે.

અખીલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

રામલીલા મેદાનમાં લાલ ટોપી અને ઝંડા સાથે ખેડૂતો “અયોધ્યા નહિ, લોનમાફી જોઈએ“ના નારા સાથે જોવા મળી રહ્યા છે.

સુરક્ષાનો કરાયો સખ્ત બંદોબસ્ત

બીજી બાજુ ખેડૂતોના આંદોલનને લઈ દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર ટ્રાફિક રુટ બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત આંદોલનને જોતા દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાના સખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, ગુરુવારથી જ રામલીલા મેદાનમાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોના આ આંદોલનને લઈ માર્ગોની બંને બાજુ દોરડા બાંધવામાં આવ્યા છે તેમજ કુલ ૩૫૦૦ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોતાની આ માંગોને લઈ દેશભરના ખેડૂતો છે રસ્તા પર :

૧. ન્યૂનતમ સમર્થન મુલ્ય

૨. ખેતીમાં વધી રહેલો ખર્ચ

૩. આયાત-નિકાસ માટેની સરકારની નીતિઓ

૪. દેશના શિરડીનું ઉત્પાદન અને ખાંડને લઈ નીતિઓ

૫. દૂધની મળી રહેલી ઓછી કિંમત

૬. પાક વીમા યોજના

૭. ખેડૂતોની લોનમાફી

૮. લાગુ કરવામાં આવે સ્વામીનાથન કમીશનની દલીલો