Gujarat/ પાટણમાં ભમરાના 80થી વધુ ડંખથી વૃદ્ધનું મોત, DJ બન્યો વૃદ્ધનો કાળ

પાટણમાં સોમવારે DJના ઘોંઘાટથી વૃક્ષ પરના ભમરાઓ ઉડવા લાગતા લોકોને ડંખ માર્યો. ભમરાના ડંખથી એક વૃદ્ધનું મોત થયાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 03T150311.237 પાટણમાં ભમરાના 80થી વધુ ડંખથી વૃદ્ધનું મોત, DJ બન્યો વૃદ્ધનો કાળ

પાટણમાં સોમવારે DJના ઘોંઘાટથી વૃક્ષ પરના ભમરાઓ ઉડવા લાગતા લોકોને ડંખ માર્યો. ભમરાના ડંખથી એક વૃદ્ધનું મોત થયાની ઘટના સામે આવી છે. પાટણ શહેરમાં કાળકા રોડ પર આ ઘટના બનવા પામી. કાળકા રોડ પર દહેગામના ભક્તોનો એક સંઘ DJના તાલ પર ઠુમકા લઈ રહ્યો હતો. દરમ્યાન એક વૃક્ષ પર બેઠેલ ભમરામધ DJના ઘોંઘાટના કારણે ઉડવા લાગ્યું. ઝાડ પર મધપૂડાના ભમરા દહેગામ સંઘના ભક્તો અને યાત્રિકો પર ત્રાટકયા.

દહેગામના ભક્તોના સંઘ પર ભમરાઓ ઉડતા 25 જેટલા લોકોને ડંખ મારવા લાગ્યા હતા. ભક્તો પર ત્રાટકેલા ભમરાઓનો ત્રાસ વધતા સંઘના ઇજા પામેલ ભક્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ભમરાનો ડંખથી ચાર લોકોને ગંભીર ઇજાઓ પંહોચી હતી. સૌથી વધુ એક વૃદ્ધને ભમરાઓના ડંખ વાગ્યા હતા. આ વૃદ્ધ પંકજ પારેખને ભમરાએ 80થી વધુ ડંખ મારતા સારવાર માટે હોસ્પિટલ લઈ જતા પહેલા જ વૃધ્ધનું મોત નિપજયું.

સોમવારે પાટણમાં લીંબચ માતાજીના મંદિરે ધજા ચડાવવા દહેગામના ભક્તોનો સંઘ DJસાથે નીકળ્યો હતો. સાંજ થતા આ સંઘ કાળકા માતાજીના મંદિરે દર્શન કરી ભક્તો DJના તાલ સાથે પગપાળા પાટણ તરફ આગળ વધી રહ્યા હતા. દરમ્યાન DJના ઘોંઘાટીયા અવાજના કારણે એક ઝાડ પર ભમરાનો મધપૂડો હતો તે વિખેરાયો અને ભક્તો પર વીંટળાયો. ભમરાઓ ભક્તો પર ડંખ મારવા લાગતા ત્યાંની આસપાસની સોસાયટીના લોકોમાં પણ દોડધામ મચી. ભમરાઓના આંતકથી થતી નાસભાગમાં ચાર લોકોને ઇજા પંહોચી જેમાં એક વૃદ્ધ કે જે જીઈબીના નિવૃત્ત કર્મચારી છે. જીઈબીના નિવૃત્ત વૃદ્ધ કર્મચારીને ભમરાઓએ 80થી વધુ ડંખ મારતા તેમનું ઝેર શરીરમાં પ્રસરી જતા હોસ્પિટલ પંહોચતા પૂર્વે જ મૃત્યુ પામ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPSC/યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી

આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે