Not Set/ જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસનો ગઢ …. જીતનું માઈક્રો પ્લાનિંગ …. દાવ પર લાગેલી રાજકીય કારકિર્દી

જસદણ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. તેમજ બંને પક્ષના કેટલાક નેતાઓની રાજકીય કારકિર્દી પણ દાવ પર લાગેલી છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને […]

Top Stories Gujarat Others
640 6401539438534qib5 congress bjp જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસનો ગઢ .... જીતનું માઈક્રો પ્લાનિંગ .... દાવ પર લાગેલી રાજકીય કારકિર્દી

જસદણ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. તેમજ બંને પક્ષના કેટલાક નેતાઓની રાજકીય કારકિર્દી પણ દાવ પર લાગેલી છે.

ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

congress amit chavda e1543489162991 જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસનો ગઢ .... જીતનું માઈક્રો પ્લાનિંગ .... દાવ પર લાગેલી રાજકીય કારકિર્દી
mantavyanews.com

કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત આટલું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે, હાલ પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન જસદણ પેટા ચૂંટણી પર જ કેન્દ્રિત થયેલું છે. કાંટે કી ટક્કર જેવી બની ગયેલી જસદણ પેટા ચૂંટણી પર બંને પક્ષના સ્પર્ધકોની રાજકીય કારકિર્દી માટે ખુબ મહત્વની સાબિત થશે.

જસદણ બેઠક વિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જે પાર પાડવા કોંગ્રેસ દ્વારા અહીંના કોળી અને પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને બાજુથી દિગ્ગજ નેતાઓનો સહારો લીધો છે.