Not Set/ વડોદરા / વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં DJ બોલાવતા થઈ ગઈ બબાલ

વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીના વિધાર્થી સંગઠનના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ મ્યુઝિકલ પાર્ટીનુ આયોજન કર્યુ છે. જેમાં યુનિવર્સિટી તંત્ર અને પોલીસે ડી જે એ પરવાનગી આપી નથી. રાકેશ પંજાબી દ્વારા ડી જે લાવતા પોલીસે તેમજ યુનિવર્સિટીના વિજિલન્સ ના જવાનોએ અટકાવ્યા હતા. રાકેશ પંજાબીએ આક્ષેપ લગાવ્યા હતા કે, કોમર્સ […]

Gujarat Vadodara

વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીના વિધાર્થી સંગઠનના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ મ્યુઝિકલ પાર્ટીનુ આયોજન કર્યુ છે. જેમાં યુનિવર્સિટી તંત્ર અને પોલીસે ડી જે એ પરવાનગી આપી નથી.

રાકેશ પંજાબી દ્વારા ડી જે લાવતા પોલીસે તેમજ યુનિવર્સિટીના વિજિલન્સ ના જવાનોએ અટકાવ્યા હતા. રાકેશ પંજાબીએ આક્ષેપ લગાવ્યા હતા કે, કોમર્સ ફેકલ્ટી ના ડી ન પાસે પરવાનગી લીધી છે એમ.એસ.યુનિ.માં ડીજે મામલે બબાલ થતા બે ગ્રુપ સામે સામે આવતા અથડામણ સર્જાયુ હતુ.

આ પહેલા એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના ડીજે કાર્યક્રમમાં વિદ્યાર્થિનીની છેડતી થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ કેમ્પસમાં ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતા આજે કોમર્સ ફેકલ્ટીમાં ફરી વિદ્યાર્થી  નેતાઓએ ડીજે વગાડ્યુ હતુ.

યુનિવર્સિટી જીએસ રાકેશ પંજાબી અને કોમર્સના જીએસ કૃપલ પટેલે દાવો કર્યો હતો કે, ફેકલ્ટીએ અમને ડીજે વગાડવા માટે પરવાનગી આપી છે.એ પછી પોલીસ અને વિજિલન્સ સ્થળ પરથી રવાના થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન