સુરત/ કાપોદ્રામાં આર્મીમેનની પત્નીની છેડતી,સાળા-બનેવીની ધરપકડ

અમરોલીથી મોપેડ પર વરાછા જતી આર્મીમેનની સગર્ભા પત્નીની છેડતી

Gujarat Surat
YouTube Thumbnail 2024 04 03T150358.433 કાપોદ્રામાં આર્મીમેનની પત્નીની છેડતી,સાળા-બનેવીની ધરપકડ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના કાપોદ્રા નવી શક્તિવિજય સોસાયટી પાસે ગતરાત્ર અમરોલીથી મોપેડ પર વરાછા જતી આર્મીમેનની સગર્ભા પત્નીની છેડતી કરનાર બે ઇસમોને કાપોદ્રા પોલીસે બાઈક નંબરના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરની વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે. પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે. પરિણીતા ગત સાંજે પોતાના ટુ-વ્હિલર ઉપર અમરોલીથી પોતાના ઘરે જતી હતી. ત્યારે આઠ વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિવિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર પાછળથી બે અજાણ્યા શખસ બાઈક પર આવ્યા હતા.પરિણીતાને આંતરી એક એક શખસે કહ્યું હતું કે, તારો મોબાઈલ નંબર આપ. પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતાં બાઈકચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા શખસે નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો હતો. જેથી ટુ-વ્હિલર આડું કરી મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવા લાગતા હાથ પકડનારે વીડિયો બનાવવાની ના પાડી હતી.

થોડીવારમાં લોકોનું ટોળું એકત્ર થતા બંને શખસ પરિણીતા પાસે માફી માગવા લાગ્યા હતા. પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતાના ટુ-વ્હિલરની આગળ બાઈક ચલાવતા બરોડા પ્રિસ્ટેજથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કહેતા તેણે ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર બે પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાએ ઉતારેલા વીડિયોમાં નજરે ચડેલા બાઈકના નંબરના આધારે ઝડપી લીધા હતા.પોલીસે ભવદીપ શાંતિભાઈ ડાંગોદરા અને પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની  ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપમાં ખેંચતાણ યથાવત, બે નેતાઓ બદલ્યા તો બીજી બાજુ ભાજપના નેતા પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ….

આ પણ વાંચો:UNSCમાં ભારતના સ્થાયી સ્થાનને લઈ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું, ભારતને મળશે જ સ્થાન, એના માટે….

આ પણ વાંચો:કેજરીવાલ જેલમાં, પત્ની સુનિતા ગુજરાતમાં કરી શકે છે પ્રચાર…..

આ પણ વાંચો:પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી