ગુજરાત/ મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

મયંક પટેલ યુવતીના એક તરફી પ્રેમમાં હોવાની પણ પોલીસને શંકા છે. મયંક કેટલા સમયથી યુવતીના સંપર્કમાં હતો,

Gujarat
Untitled 124 મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

રાજયમાં આવા કેસો સદંતર વધતા  જોવા મળી રહ્યા છે ત્યારે   આજે ફરી એક વારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અત્યંત ચોંકાવનારી ઘટનામાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર એક યુવતીને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડે. કલેક્ટર અને ફરિયાદી યુવતી અગાઉ એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

આ પણ  વાંચો ;ઠુકરાવી ભારતની ઓફર / પાકિસ્તાન બાદ ચીને પણ સલાહકાર સ્તરની સુરક્ષા બેઠકમાં ભાગ લેવા કર્યો ઇનકાર
ફરિયાદી યુવતીએ એવો પણ આક્ષેપ છે કે, મયંક પટેલ માત્ર યુવતીને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ આ જ પ્રકારના કૃત્ય દ્વારા પરેશાન કરતો હતો. આખરે મયંક દ્વારા અપાતો ત્રાસ સહન ના થતાં ભોગ બનનારી યુવતીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતા સાયબર ક્રાઈમ બ્રાંચ મોડાસાથી મયંક પટેલને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આરોપીના મોબાઈલમાંથી તે યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં એસ.ટી વિભાગને દિવાળી ફળી, 46.94 કરોડથી વધુની આવક થઇ

મયંક પટેલ યુવતીના એક તરફી પ્રેમમાં હોવાની પણ પોલીસને શંકા છે. મયંક કેટલા સમયથી યુવતીના સંપર્કમાં હતો, તેને પરેશાન ક્યારથી કરતો હતો જેવી બાબતો પણ પોલીસ પોતાની તપાસમાં આવરી લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ પહેલા મયંક પટેલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. જ્યાં તેની કેટલીક પૂછપરછ કર્યા બાદ પોલીસ તેને લઈને અમદાવાદ આવવા નીકળી ગઈ હતી. મયંકે આવી રીતે અગાઉ બીજી કોઈ છોકરીને પરેશાન કરી છે કે કેમ તેમ મુદ્દા પર પણ તપાસ ચાલી રહી છે.