Not Set/ રાનુ મંડલે ચિકન બનાવતા બનાવતા રેલાવ્યા સૂર, વાઈરલ થયો વિડીયો

આ વીડિયોમાં રાનુ મંડલ માત્ર યુટ્યુબર સાથે રસોઈ બનાવતી જોવા નથી મળી રહી, પરંતુ તે તેના જીવન વિશે પણ વાત કરી રહી છે.  હિમેશ રેશમિયાના ગીત ‘તેરી મેરી કહાની’માં રાનુ મંડલે પણ પોતાનો અવાજ આપ્યો છે.

Entertainment
રાનુ મંડલ

રાનુ મંડલ એક એવું નામ છે જે એક સમયે આખા દેશમાં ગુંજતું હતું. રાનુ મંડલના અવાજે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો અને કરોડો દિલોમાં જગ્યા બનાવી હતી. રાનુ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર લતા મંગેશકરના અવાજમાં ગાતી હતી અને એક વાયરલ વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. યુટ્યુબ પર રાનુ મંડલનો એક વીડિયો પાંચ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જેમાં તે બંગાળી યુટ્યુબર સાથે ચિકન બનાવતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં રાનુ મંડલ માત્ર યુટ્યુબર સાથે રસોઈ બનાવતી જોવા નથી મળી રહી, પરંતુ તે તેના જીવન વિશે પણ વાત કરી રહી છે.  હિમેશ રેશમિયાના ગીત ‘તેરી મેરી કહાની’માં રાનુ મંડલે પણ પોતાનો અવાજ આપ્યો છે. થોડા સમય પહેલા રાનુ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે સુપરહિટ ગીત ‘માનિકે માંગે હિતે’ ગાઈ રહી છે. રાનુ મંડલના આ ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી, અને ચાહકોનું દિલ જીતી લીધું હતું.

તમને જણાવી દઈએ કે, રાનુ મંડલ પર એક બાયોપિક પણ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘મિસ રાનુ મારિયા’ હશે અને તેનું નિર્દેશન હૃષિકેશ મંડલ કરશે. આ ફિલ્મમાં ફેમસ એક્ટ્રેસ ઈશિકા ડે રાનુ મંડલનો રોલ પ્લે કરવા જઈ રહી છે.