Bollywood/ રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર શિલ્પા સાથે જોવા મળ્યા,તસવીર વાયરલ

રાજ જેલમાંથી છૂટ્યા બાદ હવે તે પ્રથમ વખત શિલ્પા શેટ્ટી સાથે  જોવા મળ્યા  બંને ધર્મશાળાના એક મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા.

Entertainment
shilpa રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર શિલ્પા સાથે જોવા મળ્યા,તસવીર વાયરલ

બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા થોડા સમય પહેલા પોર્ન વીડિયો કેસમાં જેલમાંથી મુક્ત થયા હતા. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ પોતાને મીડિયાની નજરથી દૂર રાખી હતી. રાજ જેલમાંથી છૂટ્યા બાદ હવે તે પ્રથમ વખત શિલ્પા શેટ્ટી સાથે  જોવા મળ્યા  બંને ધર્મશાળાના એક મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા.

શિલ્પા હાલમાં  પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. એક તસવીરમાં શિલ્પા શક્તિપીઠ મા જ્વાલામુખી મંદિરની સીડી તરફ ઈશારો કરી રહી છે. એક વીડિયોમાં તેણે મંદિરની બહારનો નજારો બતાવ્યો છે. શિલ્પાએ રાજ સાથે કોઈ તસવીર શેર કરી નથી પરંતુ તેના ચાહકોએ બંનેની સાથેની તસવીરો લીક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by GLAM_UNIVERSE (@vinitasaman123)

 

સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી હાથ પકડી રહ્યા છે. એક ફોટોમાં શિલ્પા અને રાજ મંદિરના પૂજારી સાથે ઉભા છે. આ દરમિયાન શિલ્પાએ પીળા રંગનો સલવાર સૂટ પહેર્યો છે. બીજી તરફ રાજે પીળા રંગનો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો છે.

રાજ કુન્દ્રા જ્યારે જેલમાં હતા ત્યારે શિલ્પા પણ વૈષ્ણોદેવીના દર્શન કરવા આવી હતી. તે સમયે તેણે ઈન્સ્ટા સ્ટોરી પર મંદિરમાં દર્શનની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે  રાજ કુન્દ્રાની જુલાઈમાં પોર્ન વીડિયો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને એપ બનાવવાનો આરોપ હતો. દરોડા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લગભગ બે મહિના જેલમાં વિતાવ્યા બાદ રાજ કુન્દ્રાને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. રાજ કુન્દ્રાએ જેલમાંથી છૂટ્યા બાદ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે.