ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અજય દેવગન એક ફિલ્મ #Mayday માં સાથે કામ કરશે. આ મૂવીનું નિર્દેશન અને નિર્માણ અજય પોતે કરશે. તેનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદમાં શરૂ થશે.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વિટર પર કહ્યું કે, “#Mayday અમિતાભ બચ્ચનને અજય દેવગન દિગ્દર્શન કરશે. અજય પોતે આ ફિલ્મમાં પાયલોટની ભૂમિકા ભજવશે. અન્ય પાત્રોની પસંદગી કરવાનું બાકી છે. અજય પોતે ફિલ્મ બનાવશે અને દિગ્દર્શન કરશે. પહેલું શિડ્યુલનું શૂટિંગ ડિસેમ્બરમાં હૈદરાબાદમાં શરૂ થશે. “
આ પણ વાંચો : કપિલના શોમાં કૃષ્ણા અભિષેકે રેમો ડિસોઝાને માર્યું મેણું , કહ્યું – ઘણા છોકરાઓને બનાવ્યા સ્ટાર, પણ…
આપને જણાવી દઈએ કે અજય અને અમિતાભ લગભગ 7 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર સાથે જોવા મળશે. બંનેએ ‘મેજર સાબ’, ‘સત્યાગ્રહ’ અને ‘ખાકી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
આ પણ વાંચો : જાણો, ટ્રાંસજેન્ડર સમુદાય માટે શું કહ્યું અક્ષય કુમારે, જુઓ વિડીયો
આ ફિલ્મ ઉપરાંત અમિતાભ બચ્ચન રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. અજય દેવગન વિશે વાત કરવામાં આવે તો તે ‘મેદાન’ ઉપરાંત ઘણી ફિલ્મોમાં જોવા મળશે.