Gift City/ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગાંધનીગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે નાણાંકીય હબ બનશે

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે ગાંધનીગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે નાણાંકીય હબ બનશે. ગિફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ માનવામાં આવે છે.  

Top Stories Gujarat
Mantay 49 ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગાંધનીગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે નાણાંકીય હબ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી આગામી વર્ષોમાં વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રનું હબ બનવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચાલુ વિસ્તરણ સાથે આ ફિનટેક હબ 3,400 એકરમાં ફેલાયેલું હશે. વાઈબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતના મુખ્યમંત્રીએ કંપનીના સીઈઓ તેમજ ટોચના પ્રતિનિધિઓ સાથે અર્થપૂર્ણ મુલાકાત કરી હતી. દરમ્યાન ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થતા રોકાણને લઈને તેમનું આ નિવેદન સામે આવ્યું.

CM ભૂપેન્દ્ર પટેલ મંગળવારે ગાંધીનગરમાં દેશના વડાઓ અને બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો અને વેપાર સંગઠનોના ટોચના પ્રતિનિધિઓ સહિત અનેક મહાનુભાવોને મળ્યા હતા. ઉપરાંત મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેયમ, એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન અને ખાસ મહેમાનો સાથે મંગળવારે મુલાકાત કરી હતી.

સીએમએ જણાવ્યું હતું કે હાલમાં, GIFT સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) માં 580 ઓપરેશનલ એન્ટિટી છે અને GIFT-IFSCમાં પહેલાથી જ મોટા પાયે ટોચની કંપનીઓ રોકાણો કરી રહી છે. જેમાં ગૂગલ, બેન્ક ઓફ અમેરિકા, મોર્ગન અને સ્ટેન્લી જેવા વૈશ્વિક ખેલાડીઓનો સમાવેશ થાય છે. પટેલ મંગળવારે સિંગાપોર બિઝનેસ ફેડરેશનનું પ્રતિનિધિત્વ કરતા પ્રસૂન મુખર્જીને પણ મળ્યા હતા અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી અને અન્ય ભવિષ્યવાદી ક્ષેત્રોની ઝડપથી ઉભરતી ઇકોસિસ્ટમ અંગે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ જેટ્રોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજોને મળ્યા હતા અને ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને જાપાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. ધોલેરા SIR ને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે સૂચિત કર્યું હતું તેમજ વાતચીત દરમ્યાન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પ્રોત્સાહનો અને ગુજરાતની નીતિઓ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોમાં તકોનો સમાવેશ માટે ચર્ચા કરી છે. મુખ્યમંત્રીએ ભારતમાં નેધરલેન્ડના રાજદૂત મેરિસા ગેરાર્ડ્સ સાથે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

ગાંધીનગરનું ગિફ્ટ સિટી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગિફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ માનવામાં આવે છે.  ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈનની મંજૂરી મળતા લોકો આ ખાસ સિટીની મેમ્બરશિપ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારે ચોક્કસ શરતોના આધારે ગિફ્ટ સિટીમાં પ્રતિબંધિત દારૂની મંજૂરી આપી હતી. ગિફ્ટ સિટીમાં  દારૂબંધી હટાવવાના નિર્ણયથી અન્ય શહેરોના કોમર્શિયલ સેન્ટર અને બિઝનેસ હબમાં પણ દારૂમુક્તિની માંગ ઉઠી છે. ગિફ્ટ સિટીમાં દારૂની મુક્તિના ભૂપેન્દ્ર પટેલ સરકારના નિર્ણયને ગેમચેન્જર માનવામાં આવે છે. ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈનની સુવિધાને પગલે સિટીના અને મેમ્બરશિપના ભાવ ઉચકાશે તેમજ વિદેશી કંપનીઓનું રોકાણ વધતા આર્થિક હબ બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ