મોરોક્કોની સામે લખનૌમાં શનિવારે શરૂ થનારી ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ-2 પ્લેઓફ મેચમાં સામેસ્ટાર ખેલાડીઓ રોહન બોપન્ના, સુમિત નાગલ અને યુકી ભામ્બરી ભારતીય અભિયાનની આગેવાની કરશે. ભારતીય ડેવિસ કપ ટીમના નોન પ્લેઇંગ કેપ્ટન રોહિત રાજપાલે આ મેચ માટે પોતાની પાંચ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ મેચ શનિવાર અને રવિવારે રમાશે. ભારતીય ટીમનો ખુલાસો કરતા રાજપાલે કહ્યું કે અનુભવી રોહન બોપન્ના ઉપરાંત સુમિત નાગલ, યુકી ભામ્બરી, શશીકુમાર મુકુંદ અને દિગ્વિજય પ્રતાપ સિંહને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
હવામાનમાં ફેરફારને કારણે બદલાયો મેચનો સમય
લખનૌમાં અત્યંત ભેજવાળી ગરમીને જોતા રાજપાલે જાહેરાત કરી હતી કે ખેલાડીઓ અને ચાહકોની સુવિધા માટે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેણે કહ્યું, ‘ભેજવાળા વાતાવરણને કારણે મેચો શનિવારે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને રવિવારે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રિશેડ્યૂલ કરવામાં આવી છે.’
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની કાર્યકારી સમિતિના સભ્ય રાજપાલે વધુમાં કહ્યું કે, ‘મોરોક્કો દ્વારા કરવામાં આવેલી વિનંતી પર રેફરી સાથે ચર્ચા કર્યા બાદ અમે મેચનો સમય બદલવાનો નિર્ણય લીધો છે. આ ટેનિસની સારી ગુણવત્તા માટે કરવામાં આવ્યું છે, જો જરૂર પડશે તો અમે ફ્લડ લાઇટમાં પણ રમવા માટે તૈયાર છીએ.
આ ટૂર્નામેન્ટ 23 વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં રમાશે
રાજપાલે કહ્યું કે ડેવિસ કપ 23 વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં પરત ફરી રહ્યો છે અને યુવાઓ અને ચાહકો માટે આ તકનો લાભ લેવાનો સમય આવી ગયો છે. તેણે કહ્યું, ‘રોહન બોપન્નાની આ છેલ્લી ડેવિસ કપ ટાઈ છે, તેથી તેને રમતા જોવાની આ એક શ્રેષ્ઠ તક હશે. જુનિયર અને ખેલાડીઓ કે જેઓ આ રમતમાં પ્રવેશવા માંગે છે તેઓ માટે બોલ બોય અથવા સ્વયંસેવક બનવાની આ સારી તક છે.
મોરોક્કન ટીમની જાહેરાત
આ દરમિયાન મોરક્કોના કોચ મેહદી તાહિરીએ પણ પોતાની ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં ઇલિયટ બેન્ચેટ્રિટ, યાસીન ડેલિમી, એડમ માઉન્ડિર, વાલિદ અહૌદા અને યુનેસ લાલામી લારોસીનો સમાવેશ થાય છે. મહેદીએ કહ્યું, ‘તમને ડેવિસ કપમાં રેન્કિંગ દેખાતું નથી. કાગળ પર, ભારતનો દાવો મજબૂત છે અને તેની પાસે શ્રેષ્ઠ ક્રમાંકિત ખેલાડીઓ છે. પરંતુ મેચ કોર્ટ પર રમાશે અને અમારે લડવું પડશે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર છીએ. અમે અમારા દેશને વિજયી બનાવવા માટે લડીશું. ડેવિસ કપની મેચોનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને દૂરદર્શન સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.
આ પણ વાંચો:Asia Cup/શ્રીલંકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું, હવે ફાઇનલમાં ભારત સામે મુકાબલો
આ પણ વાંચો:ખુશખબર/ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશખબર, ટીમ ઈન્ડિયાનું Whatsapp ગ્રુપ શરૂ,આ રીતે જોડાઓ ગ્રુપમાં
આ પણ વાંચો:Asia Cup/પાકિસ્તાનની ટીમમાં ફરી બદલાવ, સિલેક્શન બાદ આ બે ખેલાડીઓને બાહર કરાયા