સુરત/ ટેક્સટાઇલ સિટીમાં આ શું?, વેપારી સંગઠનના રજીસ્ટરમાં 2 મહિનામાં 250 છેતરપિંડીના કિસ્સા, 7મા પોલીસ ફરિયાદ 

ટેક્સટાઇલ સિટીના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે અન્ય રાજ્યના વેપારીઓ પાસેથી માલનું પેમેન્ટ આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો પડી રહ્યો છે.

Gujarat Surat
surat

@અમિત રૂપાપરા

સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે. ત્યારે આ ટેક્સટાઇલ સિટીના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે અન્ય રાજ્યના વેપારીઓ પાસેથી માલનું પેમેન્ટ આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો પડી રહ્યો છે. ત્યારે સુરત ટેક્સટાઇલ વેપારીઓના એસોસિએશન ફોસ્ટા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફોસ્ટાના રજીસ્ટરમાં છેલ્લા બે મહિનામાં અન્ય રાજ્યના વેપારીઓએ સુરતના વેપારી સાથે ચીટીંગ કરી હોય તેવા 147 જેટલા કિસ્સા અને સ્થાનિક વેપારીઓએ વેપારીઓ સાથે ચીટીંગ કરી હોય તેવા 103 કિસ્સા રજીસ્ટરમાં નોંધાયા છે. જેમાં સાત કેસોમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે.

surat

સુરત શહેરને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલ વચ્ચે ચાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તહેવારોની ખરીદીના કારણે તેજીની એક આશાનું કિરણ દેખાયું છે. પરંતુ ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરતાં વેપારીઓમાં એક ચિંતા પણ દેખાઈ રહી છે. આ ચિંતા વેપારીઓ સાથે થઈ રહેલી છેતરપિંડીના કારણે તેમને થઈ રહી છે. કારણ કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી દેશના અલગ અલગ રાજ્યના વેપારીઓ સાથે પોતાનો વેપાર ધંધો કરતા હોય છે અને અલગ અલગ રાજ્યના વેપારીઓને ક્રેડિટ પર માલ આપતા હોય છે પરંતુ ઘણી વખત વેપારીઓના પેમેન્ટ આપવામાં અન્ય રાજ્યના વેપારીઓ ગલ્લા ગલ્લા કરતા હોય છે. જેના કારણે અંતે વેપારીને છેતરપિંડીનો ભોગ બનવું પડતું હોય છે માત્ર અન્ય રાજ્યના જ નહીં પરંતુ સ્થાનિક લેવલે પણ વેપારીઓને ઘણી વખતે છેતરપિંડીનો ભોગ બનવું પડતો હોય છે.

surat

ત્યારે સુરતના ટેક્સટાઇલના વેપારીઓના સંગઠન ફોસ્ટા દ્વારા એક રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ વેપારીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. ફોસ્ટા દ્વારા વેપારીઓની સમસ્યાને વાંચ્યા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલ હોય તો ફોસ્ટા દ્વારા આ મુશ્કેલીનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો સુરતના વેપારીઓ સાથે અન્ય રાજ્યના વેપારીઓએ ચીટીંગ કરી હોય તેવા 147 જેટલા કિસ્સા ફોટાના રજીસ્ટરમાં નોંધાયા છે અને સ્થાનિક લેવલે વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા 103 કિસ્સા રજીસ્ટરમાં નોંધાયા છે. જેમાં 7 કેસમાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે.

surat

એક તરફ તેજીની આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ સુરતના વેપારીઓ સાથે અન્ય રાજ્યના વેપારીઓ કે પછી સ્થાનિક વેપારીઓ જે છેતરપિંડી કરી રહ્યા છે તેને લઈને વેપારીઓમાં એક ચિંતાનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે વેપારી સંગઠન દ્વારા તમામ વેપારીઓને એક અપીલ કરવામાં આવી છે કે, જો તેઓ કોઇ પણ વ્યક્તિ કે જે સ્થાનિક લેવલે હોય કે પછી અન્ય રાજ્યના હોય તેમની સાથે પોતાનો વેપાર કરે તો વ્યક્તિની ક્રેડિટ માર્કેટમાં કેવી છે તે બાબતની માહિતી મેળવીને આધારે વ્યક્તિ સાથે વેપાર કરે તો છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે છે. આ ઉપરાંત GSTની પોર્ટલ પર જઈને જીએસટી નંબરના માધ્યમથી પણ વેપારી કઈ પ્રકારે ટેક્સ ચૂકવે છે તેના આધારે પણ વેપારીની નિયમિતતા નક્કી કરી શકાય છે એટલે જો વેપારી જાગૃત થઈને વેપાર કરે તો તેઓ છેતરપિંડીના ભોગ બનતા અટકી શકે છે.

આ પણ વાંચો:Arvalli news/BJPના MLAની પત્નીને બંધક બનાવી લૂંટ, સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર

આ પણ વાંચો:અંગદાન/એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’

આ પણ વાંચો:ACB/સુરત ACBએ મહિલા કલાર્ક અને કમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા